દિલ્હી-

સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યૂનિયનોએ દેશવ્યાપી હડતાળનું આહવાન કર્યું છે. દસ કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને તેમના સહયોગી સંગઠનોની જાહેરાત અનુસાર હડતાળ પર જવાનો ર્નિણય બે ઓકટોબરના રોજ કામદારોના ઓનલાઇન રાષ્ટ્રીય સંમેલનમાં લેવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યો કે 'સંમેલનમાં તમામ કામદારોને, ભલે તે યૂનિયન સાથે જાેડાયેલા હોય કે નહી, સંગઠિત ક્ષેત્ર અથવા પછી અસંગઠિત ક્ષેત્ર સાથે જાેડાયેલા હોય, સરકારની જન વિરોધી, કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્રવિરોધી નીતિઓ વિરૂદ્ઘ સંયુકત સંધર્ષને તેજ કરવા 26 નવેમ્બરના રોજ દેશવ્યાપી સામાન્ય હડતાળને સફળ બનાવવાનું આહવાન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને સ્વતંત્ર મહાસંદ્યો/સંદ્યો દ્વારા સંયુકત રૂપથી ઓનલાઇન આયોજિત કામદારોના રાષ્ટ્રીય સંમેલન મહામારી વચ્ચે પહેલીવાર યોજાયું છે. ટ્રેડ યૂનિયનોએ આરોપ લગાવ્યો કે જયાં તમામ સંકેત એ જણાવી રહ્યા છે કે માંગમાં ઘટાડાના કારણે અર્થવ્યવસ્થામાં ભારે દ્યટાડો આવી રહ્યો છે, સરકાર બિઝનેસને સુગમતાના નામે પોતાની નીતિઓને આગળ વધારી રહી છે. તેનાથી ર્નિધનતા તથા સંકટ વધુ ગાઢ બની રહ્ય્šં છે.

સંમેલનમાં કામદારો સાથે સંયુકતરૂપથી રાજય/જિલ્લા/ઉદ્યોગ/ક્ષેત્ર સ્તર પર જયાં પણ સંભવ હોય, ભૌતિક રૂપથી અન્યથા ઓનલાઇન સંમેલન ઓકટોબરના અંત સુધી આયોજિત કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ શ્રમ સંહિતાઓના કામદારો પર પડનાર દુષ્પ્રભાવ વિશે વ્યાપક અભિયાન નવેમ્બરના મધ્ય સુધી ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ 26 નવેમ્બર 2020ના દિવસે હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે.