નડિયાદ : ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ત્રીજા ચરણનો ઇ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના ખેડૂતોને રાજયપાલ દેવવ્રતજી તથા મુખ્યગમંત્રી વિજયભાઇ રૂપાણીએ માર્ગદર્શક ઉદબોધન કર્યું હતું, જેનાં ભાગરૂપે ગુરુવારેે ખેડા જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાયાં હતા. 

વસો ખાતે યોજાયેલાં સાત પગલાં ખેડૂત કલ્યાયણ કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત-૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જમીન અને આ જમીનમાં ઉત્પાદિત ખેત પેદાશોથી મનુષ્ય જીવનને ખૂબ જ ફાયદો થાય છે. સાથે સાથે ખેડૂતેની જમીનની ગુણવત્તા જળવાઇ રહે છે. તેમજ ખેત ઉત્પાદન વધે છે. આ ઉત્પાદનની માગ પણ બજારમાં ખૂબ હોય છે.

ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અને અસરકારક કૃષિ વ્યયવસ્થાપન-કૃષિ ઉત્પોદકતા વધે, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃદ્ધિ તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આત્મ ર્નિભળ પેકેજ જાહેર કરાયું છે. તેનાં ત્રીજા ચરણના ભાગરૂપે સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કુલ બજેટમાંથી રૂ.૨.૨૦ કરોડની નાણાકીય જાેગવાઇ ખેડા જિલ્લા માટે કરવામાં આવી છે, તેમ ગુજરાત વિધાનસભાના મુખ્યે દંડક પંકજભાઇ દેસાઇએ નડિયાદ ખાતે જણાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. ચાલુ વર્ષે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે બે યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, જેમાં દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના. આ બે યોજનાઓ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ માટે રૂ.૯૦૦ પ્રતિ માસ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટે ખેડૂતમિત્રોને ૭૫ ટકા સાધન સહાય અથવા રૂ.૧૩૫૦ની સહાય આપવામાં આવશે. આ પ્રસંગે ખેડૂતોને રાજ્ય સરકારની ખેડૂત કલ્યાકણલક્ષી યોજનાઓના લાભ લેવા પંકજભાઇ દેસાઇએ અનુરોધ કર્યો હતો.

આ યોજના હેઠળ આજ સુધી અંદાજે કુલ ૮૩૦૪ ખેડૂતમિત્રોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.આર.સોનારાએ સ્વાવગત પ્રવચનમાં જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને મહાનુભાવોને વરદહસ્તે મંજૂરી પત્રો, મોમેન્ટોત તથા સફળ ખેડૂતોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લાનાં અગ્રણીઓ, પદાધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.