અંબાજી : મા અંબાના મૂળ સ્થાનક અંબાજી જે ૫૧ શક્તિપીઠમાંનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે. આસો સુદ મહિનાની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ  જોતા હોય છે. આ વખતે નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિણઁય લેવામાં આવ્યો છે. જેના પગલે યાત્રાધામ અંબાજી ચાચરચોકમાં નવરાત્રી દરમિયાન ગરબા નહીં યોજાય અને જ્યાં દર વર્ષે મા અંબાના ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાતું હોય છે.હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળતી હોય છે. જો કે આ વખતે મા અંબાનો ચાચરચોક ખેલૈયાઓ  વગર સુમસાન જોવા મળશે.જો કે આ બાબતની સિદ્ધાંતિક જાહેરાત થઇ નથી, પણ રાજ્ય સરકાર નવરાત્રી મહોત્સવ નહીં યોજવાની જાહેરાતને લઈ અંબાજીના ગરબા પણ બંધ રહે તેવી પુરે પુરી શક્યતાઓ જોવા મળી છે. જેની વિધિવત જાહેરાત આવતી કાલે બનસાકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ છે.