મુંબઇ-

બોલિવૂડમાં હાલમાં ડ્રગ્સની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી બોલિવૂડના જાણીતા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી બાજુ બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસના નામ પણ સામે આવ્યા છે. ટીવી સેલેબ્સ અબીગેલ પાંડે તથા સનમ જોહરનું નામ પણ આવી ચૂક્યું છે અને NCBએ બંનેની પૂછપરછ કરી હતી. ડ્રગ પેડલર અનુજ કેશવાનીએ આ બંનેના નામ આપ્યા હતા. NCBએ 23 સપ્ટેમ્બરના રોજ ટીવી એક્ટર અબીગેલ તથા સનમ જોહરના ઘરે દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન તેમને થોડી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. હવે બીજીવાર તેમની પૂછપરછ કરવામાં આવશે.

હજી સુધી સનમ અથવા અબીગેલ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેઓ ફક્ત એનસીબીના પ્રશ્નોના જ જવાબ આપી રહ્યા છે. બસ, આ બંને સિવાય બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ પણ એનસીબીના રડાર પર છે.સાથે ટેલિવુડ પર સંકજો મંડાયેલો છે.