જયપુર-

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે ઇન્કમ ટેક્સ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીકના ઉદ્યોગપતિઓ પર કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ રાજધાની જયપુરમાં મંગળવારે સવારે રાજીવ અરોડાના નજીકના ઉદ્યોગપતિઓને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યો હતો. એટલે એવું કહી શકાય કે, કોંગ્રેસ સાથે જોડાયેલાઓ સામે કાર્યવાહી થઇ રહી છે. જયપુર, કોટા, દિલ્હી અને મુંબઇમાં દરોડા ચાલુ છે.જયપુરમાં 20 સ્થળો પર, કોટામાં 6, દિલ્હીમાં 8 અને મુંબઇમાં 9 સ્થળો પર દરોડા પાડ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગના દરોડામાં બેનામી સંપતિઓ સામે આવી શકે છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગે સ્થાનિક પોલીસના બદલે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો સહારો લીધો છે.