વડગામ,તા.૩૧ 

પાલનપુરથી આબુરોડ નેશનલ હાઇ-વે ઉપર આવેલા અમીરગઢ કોરોના હોટેલ નજીક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઇડમાં પલટી મારી ગઇ હતી. કારમાં બેઠેલાઓનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી.પાલનપુર તરફથી કાર આબુરોડ તરફ પૂરઝડપે જઇ રહી હતી.  દરમિયાનમાં અમીરગઢ હાઇવે ઉપર આવેલી કોરોના હોટેલ નજીક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર ફંગોળાઈ જઇને રોડની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી.જોકે સદનસીબે આ કાર અકસ્માતમાં મોટી જાનહાની થતા ટળી ગઇ હતી.અકસ્માતની વાત વાયુવેગે પ્રસરી જતાં આસપાસમાંથી લોકોના ટાળેટોળા અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. કારમાં ફસાઇ ગયેલાઓને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા..પોલીસે ક્રેન લાવીને કારને રોડની સાઈડમાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતના પગલે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. પોલીસે દોડી આવી માર્ગ પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.