લોકસત્તા ડેસ્ક

સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી ઘણા ફાયદેમંદ છે. લીલા શાકભાજીને નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી ઘણી પરેશાનીથી છુટકારો મળે છે. લીલા શાકભાજી ખાવાથી પેટની સમસ્યાથી પણ મુક્તિ મળે છે. આ સાથે જ વજનને કંટ્રોલ કરે છે. ગુવારને ક્લસ્ટર બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર ગુવાર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ગુવાર વજન ઓછું કરે છે. હાર્ટ સંબંધિત પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આવો જાણીએ ગુવારના ફાયદા.

આજના સમયમાં મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. કલાકો સુધી બેસીને કામ કરવું તળેલું ખોરાક ખાવાથી જાડિયાપણાનું કારણ બની શકે છે. વધતું વજન ઓછું કરવા માટે ગુવારનું સેવન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે ગુવારમાં અન્ય શાકભાજી કરતા વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે. જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ માટે ઘણા લોકો તેનો ઉપયોગ શાક અને સલાડ તરીકે કરે છે.

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો. તો પછી તમારા આહારમાં ગુવારનો સમાવેશ કરો. એવું કહેવામાં આવે છે કે તેમાં હાજર ફાઇબર કબજિયાત જેવી સમસ્યાને ઘટાડે છે. ગુવારનું નિયમિત સેવનથી પાચન સમસ્યાઓ દૂર થઇ જાય છે.

હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુવારને કેલ્શિયમનો ભંડાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગુવારમાં રહેલા ફોસ્ફરસ અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને સાથે સાથે તે સ્વસ્થ રાખે છે.