જિનિવા,તા.૨

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આગાહી કરી છે કે કોરોના વાઈરસ પહેલા જેટલો જ ખતરનાક છે અને આના પ્રભાવને ઓછો આંકી શકાય નહીં. ડબલ્યુએચઓએ આ ચેતવણી ઈટલીના એક ડાક્ટરના નિવેદન બાદ આપી છે જેનુ કહેવુ છે કે વાઈરસ કમજાર પડી રહ્યો છે. 

ડબલ્યુએચઓના ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રયાને એક વર્ચુઅલ બ્રીફિંગમા કહ્યુ  કે આપણે સાવધાન રહેવાની જરૂર છે. એ વિચારવુ યોગ્ય નથી કે વાઈરસ અચાનક ખતમ થઈ જશે અથવા તેનો પ્રભાવ ઓછો થઈ જશે. 

ઈટલીના મિલાન નિવાસી ડાક્ટર અલ્બર્ટો જેન્ગ્રલોએ એક સ્થાનિક ટેલિવિઝન સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે કોવિડ-૧૯ સંક્રમણ પોતાની શક્તિ ગુમાવી રહ્યો છે અને ઓછો ઘાતક થઈ ગયો છે. તેમણે કહ્યુ કે એક અથવા બે મહિના પહેલાની તુલનામાં વાઈરસ હવે ઘણો કમજાર પડી ગયો છે. સાથે જ તેમણે એ પણ દાવો કર્યો છે કે ક્લિનિકલરીતે કોરોના વાઈરસ હવે ઈટલીમાં હાજર નથી.  ડાક્ટર ભલે વાઈરસ કમજાર થવાનો દાવો કરે પરંતુ અધિકારીઓ અનુસાર ઉત્તરમાં લોમ્બાર્ડી સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર બન્યો છે. અહીં અત્યાર સુધી ૧૬,૧૩૧ મોત નીપજ્યા છે અને ૮૯,૦૧૮ કેસ સામે આવ્યા છે. જાકે, સોમવારે માત્ર ૫૦ નવા કેસ નોંધાયા છે જે ઈટલીમાં ૨૬ ફેબ્રુઆરી બાદથી દરરોજ નોંધાનારા કેસમાં સૌથી ઓછા છે.