વોશ્ગિટંન-

ભારતીય મૂળના અમેરિકન નીરજ અંતાણીએ ઓહિયોના યુએસ સેનેટર તરીકે શપથ લીધા હતા. આ સાથે, તે રાજ્યની સેનેટનો ભાગ બનનારો ભારતીય મૂળનો પ્રથમ અમેરિકન બન્યો. ઓહિયો સેનેટ માટે ચૂંટાયેલા અંતાણી (29) એ સોમવારે શપથ લીધા હતા.

શપથ લીધા બાદ અંતાણીએ કહ્યું કે મને ખુશી છે કે હું સમુદાયનું પ્રતિનિધિત્વ કરી શક્યો. સેનેટર તરીકે અંતાણીનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે. અંતાણીએ કહ્યું કે હું ઓહિયોના લોકો માટે દરરોજ સખત મહેનત કરીશ જેથી તેઓને તેમના સપના પૂરા કરવાની તક મળે.

અંતાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ અનિશ્ચિત અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય પડકારોની વચ્ચે આપણે નિશ્ચિતપણે એવી નીતિઓ લાગુ કરવાની જરૂર છે જે ઓહિયોના લોકોને ફાયદો પહોંચાડે. આ પહેલા, અંતાણી ૨૦૧૪ થી ૪૨મા ઓહિયો હાઉસ ડિસ્ટ્રિક્ટ માટે રાજ્યના પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂક્યા છે. ઓહિયો સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સનું પ્રતિનિધિત્વ કરનારો તે સૌથી યુવા સભ્ય રહ્યો છે.