દિલ્હી-

ભારત ટૂંક સમયમાં જ, પાડોશી દેશ પાકિસ્તાનને કોરોના રસીના 1.6 કરોડ ડોઝ મફત આપશે. ભારત થી પુણેની સીરમ સંસ્થા દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ ગાવી (વેક્સીન અને રસીકરણ નું મૈશ્વિક સંગઠન) મારફતે રસી પાકિસ્તાન પહોંચશે.

આ રસીની મદદથી, પાકિસ્તાન તેની 4.5 કરોડની વસ્તી માટે રસીકરણ શરૂ કરશે. દૈનિક 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' અનુસાર, અધિકારીઓએ આ માહિતી સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી) ને આપી છે. આરોગ્ય મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (એનઆઈએચ) ના અધિકારીઓએ પીએસીને જણાવ્યું હતું કે, પાકિસ્તાની રસીકરણ કાર્યક્રમ મુખ્યત્વે ગાવી દ્વારા પૂરી પાડવામાં આવતી મફત રસી પર આધાર રાખે છે, કારણ કે ચાઇનીઝ બનાવટની રસી કેનસીનો રસી ની કિંમત પાકિસ્તાની ચલણમાં વ્યક્તિ દીઠ આશરે બે હજાર રૂપિયા (13 ડોલર) છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનને આ મહિનાના મધ્ય સુધીમાં ભારતીય બનાવટ ની કોરોના રસી મળી જશે. તેની બાકીની માત્રા જૂન સુધીમાં પાકિસ્તાન પહોંચશે. દેશમાં ઝડપી કોરોના રસીકરણની વચ્ચે ભારત અન્ય દેશોને પણ રસી પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને કોરોનાવાયરસ સામેની લડતમાં મદદ કરવાના વચન સાથે, ભારત હવે પાડોશી દેશ પાકિસ્તાનને પણ રસી આપશે. ભારત સીરમ સંસ્થાની રસી કોવિશિલ્ડ, પાડોશી દેશ પાકિસ્તાનને સપ્લાય કરશે.