વડોદરા,તા.૨૯ 

તાજેતરમાં બરોડા ટેક્ષ બાર એશોશિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં નવા પદાધીકારી અને કારોબારીની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી. બરોડા ટેક્ષ બાર એશોશીએશન વર્ષ ૧૯૫૧થી વડોદરામાં કાર્યરત છે. આ એશોશિએશન ડાયરેક્ટ તેમજ ઈનડાયરેક્ટ ટેક્ષ ક્ષેત્રે વેપારી વર્ગ તથા કરદાતાને પડતી મુશ્કેલીઓ બાબતે યોગ્ય સ્તરે રજૂઆત કરી તેઓના પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવાનું કાર્ય કરે છે. જેની ગત તા.૨૫ જુલાઈના રોજ વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે સર્વાનુમતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં એશોશિએશનના નવા પ્રમુખ પદે અશ્વિન આર. પારેખ અને ઉપપ્રમુખના પદે દિલીપકુમાર વી. અઠવાલેની નિમણૂંક કરવામાં આવી હતી. તેમજ સેક્રેટરી પદે સુરેશ આઈ. પ્રજાપતી અને જોઈન્ટ સેક્રેટરી પદે સંજય ડી. શાહની વરણી કરાઈ હતી. આ એશોશિએશનના કોષાધ્યક્ષ(ટ્રેઝરર) તરીકે મેહુલ એમ. સુતારિયાની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૩ નવા એક્ઝિક્યુટિવ મેમ્બર અને કો.ઑના ૩ નવા મેમ્બરની નિમણૂંક પણ કરાઈ હતી.