વડોદરા : સમગ્ર રાજ્યની મહાનગર પાલિકાઓની સાથોસાથ વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીઓ સમયસર યોજવા માટેનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે.જેના ભાગરૂપે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા વડોદરા મહાનગર પાલિકામાં તાજેતરમાં સમાવિષ્ઠ કરાયેલ સાત ગામો સહિતના તમામ વિસ્તારો અને વોર્ડનું નવું સીમાંકન અંગેનું જાહેરનામું બહાર પડાયું છે. આ સીમાંકન મુજબ શહેરના વોર્ડની ૧૯ ની સંખ્યા અને ૭૬ બેઠકોની સંખ્યા યથાવત રહેવા પામી છે.પરંતુ અનામત અને સામાન્ય બેઠકોની સંખ્યામાં બે બે બેઠકોનો ફેરફાર થવા પામ્યો છે.અલબત્ત કુલ સ્ત્રી બેઠકોની સંખ્યા યથાવત ૩૮ રહેવા પામી છે.જ્યારે ગત વખતની અનામત બેઠકોની સંખ્યા ૪૭થી ઘટાડીને ૪૫ કરી દેવામાં આવી છે.જ્યારે સામાન્ય બેઠકોની સંખ્યા ૨૯માં વધારો કરીને ૩૧ કરી દેવાઈ છે. ગત ચૂંટણીમાં વડોદરા પાલિકાની વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તી ૧૬,૬૮,૬૯૧ હતી,જે આ વખતની ચૂંટણીઓમાં વસ્તી વધીને ૧૭,૪૧,૭૯૧ થવા પામી છે. આ દ્રષ્ટિકોણથી જોતા ગત ચૂંટણીઓમાં વોર્ડ દીઠ સરેરાશ વસ્તી જે ૮૭,૮૨૬ હતી.એ વધીને આ વખતે ૯૧,૬૭૩ થવા પામી છે.આ વખતે નવા સીમાંકન મુજબ જોવામાં આવે તો ૧૯ વોરડો પૈકી સૌથી વધુ વસ્તી વોર્ડ નંબર -૮ માં ૧,૦૦,૭૮૧ છે.જ્યારે સૌથી ઓછી વસ્તી વોર્ડ ૧૩માં ૮૨,૮૪૫ છે. આ સીમાંકનની જાહેરાત થતા જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીઓને લઈને પરેડ શરુ કરી દેવામાં આવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે પાલિકાની ચૂંટણીઓ આગામી નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાવવાની સંભાવનાઓ છે.તેમજ રાજ્ય ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્ર એ બાબતને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં લાગી ગયું છે.રાજ્યના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડેલા જાહેરનામામાં વડોદરા મહાનગર પાલિકાના વોર્ડઓની રચના,સીમાંકન તથા વારાફરતી બેઠક ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પાલિકાના ૧૯ વોર્ડ પૈકી સૌથી વધુ અનુસૂચિત જાતિની કુલ વસ્તી સૌથી વધુ વોર્ડ નંબર -૧ માં ૧૧,૮૧૨ની છે. જેની ટકાવારી કુલ મતદારો ૯૨,૫૫૯ની સરખામણીએ ૧૨.૭૬ ટાંકણી છે.જયારે સૌથી ઓછી અનુસૂચિત જાતિની કુલ વસ્તી વોર્ડ ૧૪માં ૨૬૭૧ છે. જે વોર્ડની કુલ વસ્તી ૯૩,૮૪૧ના પ્રમાણમાં ૨.૮૫ ટકા છે.પાલિકાના તમામ વોર્ડની સરખામણીએ અનુસૂચિત જાતિની વસ્તીની ટકાવારી જોવામાં આવે તો સૌથી વધુ વસ્તી વોર્ડ ૪ માં કુલ વસ્તી ૮૩,૩૬૭ સામે ૧૦,૮૨૮ જોતા ૧૨.૯૯ ટકા જેટલી વસ્તી છે.જ્યારે સૌથી ઓછી વસ્તી વોર્ડ ૧૪માં છે. આ વખતની ચૂંટણીઓમાં અનુસૂચિત જાતિની પાંચ અનામત બેઠકો વોર્ડ ૯,૧૦,૧૬,૬ અને બેમાં ફાળવવામાં આવી છે.જે પાંચ પૈકી ત્રણ અસ્ત્રી અનામત બેઠકો વોર્ડ ૧૦,૬ અને બેમાં ફાળવવામાં આવી છે. આ પ્રમાણે શહેરના ૧૯ વોર્ડમાં વોર્ડની વસ્તી સામે અનુસૂચિત આદિજાતિની વસ્તીની ટકાવારી જોવામાં આવે તો એની સૌથી વધુ કુલ વસ્તી વોર્ડ ૧૬માં ૧૦,૩૨૬ની છે.જે વોર્ડ ૧૬ની કુલ વસ્તી ૯૦,૭૮૫ના પ્રમાણમાં ૧૧.૩૭ ટકા જેટલી છે.જ્યારે સૌથી ઓછી કુલ વસ્તી વોર્ડ ૧૪ માં માત્ર ૪૫૮ છે.જે વોર્ડની કુલ વસ્તી ૯૩,૮૪૧ના પ્રમાણમાં માત્ર ૦.૪૯ ટકા છે. 

જેઓને માટે ત્રણ બેઠક ફાળવવામાં આવી છે.જે વોર્ડ નંબર ૯,૧૫ અને ૧૯માં અનામત બેઠક ફાળવાઈ છે.જે પૈકી બે બેઠકો વોર્ડ નંબર ૯ અને ૧૯ની અનુસૂચિત આદિજાતિ સ્ત્રીને માટે અનામત રખાઈ છે.આમ કુલ આઠ બેઠકો પછાત વર્ગોને માટે અનામત રખાઈ છે. જ્યારે વડોદરા પાલિકાના ૧૯ વોર્ડમાં પછાત વર્ગની વસ્તી જોવામાં આવે તો ૧૯ વોર્ડમાં સૌથી વધુ પછાત વર્ગની વસ્તી વોર્ડ ૧૪ માં ૧૯,૪૭૯ છે.જે કુલ વસ્તી ૯૩,૮૪૧ના પ્રમાણમાં ૨૦.૭૫ ટકા છે.જ્યારે સૌથી ઓછી વસ્તી વોર્ડ નંબર ૧૫માં ૯૨૨૭ છે. જે કુલ વસ્તી ૯૦,૪૦૬ના પ્રમાણમાં ૧૦.૨૦ ટકા હિસ્સો છે.પછાત વર્ગની આઠ અનામત બેઠકોની ફાળવણી વોર્ડ નંબર ૪,૮,૫,૬,૧૦,૩,૧૧ અને ૧૮માં કરવામાં આવી છે.જે પૈકી વોર્ડ નંબર ૮,૫,૩ અને ૧૮ની બેઠક સ્ત્રીઓને માટે અનામત રાખવામાં આવી છે.આમ પછાત વર્ગની આઠ અનામત પૈકી ચાર -ચાર બેઠકો સ્ત્રી અને પુરુષોને માટે અનામત રાખવામાં આવી છે.અનુસૂચિત જાતિને માટે ફાળવાયેલ પાંચ બેઠકો વોર્ડ નંબર ૯,૧૦,૧૬,૬ અને બેમાં ફાળવવામાં આવી છે.જે પૈકી ત્રણ સ્ત્રી અને બે પુરુષો માટે છે.સ્ત્રી અનામત બેઠકોમાં વોર્ડ ૧૦,૬ અને બેનો સમાવેશ થાય છે.આ પ્રમાણે અનુસૂચિત આદિ જાતિને માટે ફાળવેલ ત્રણ બેઠકોમાં વોર્ડ નંબર ૯,૧૫ અને ૧૯નો સમાવેશ થાય છે.જે પૈકી વોર્ડ ૯ અને ૧૯ ની બેઠક અનુસૂચિત આદિ જાતિ સ્ત્રીને માટે અનામત છે. વોર્ડ નંબર ૧૩,૧૪,૧૨,૧૬,૧૭,૭ અને બેમાં વર્ષ ૨૦૧૫માં પછાત વર્ગની બેઠક ફાળવેલ હોઈ તે બેઠક

પુનરાવર્તિત થતી હોઈ આ વોર્ડમાં બેઠક ફાળવવામાં આવી નથી.