લડંન-

કોરોનાનો માર સહન કરી રહેલા બ્રિટનના અર્થતંત્રને બેઠુ કરવા માટે બોરિસ જાન્સનની સરકારે 277 અબજ રુપિયાના જંગી પેકેજની જાહેરાત કરી છે.

બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનકે તેનુ એલાન કરતા કહ્યુ હતુ કે, ઓગષ્ટ મહિનામાં રેસ્ટોરન્ટમાં ભોજન કરનારા લોકોને બિલમાં ૫૦ ટકાની છુટ મળશે અને આ છુટ ગમે તેટલી વખત ભોજન કરે તો પણ મળશે.આ યોજનાનો હિસ્સો બનનારા રેસ્ટોરન્ટ, કાફે અને પબમાં આ ફાયદો અપાશે.બ્રિટિશ સરકારે હોસ્પિટાલિટી સેક્ટરને બેઠુ કરવા માટે આ પ્રકારની યોજના જાહેર કરી છે.

બ્રિટનના પેકેજને મીની બજેટ પણ કહેવાઈ રહ્યુ છે.હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર પરનો વેટ પણ 20 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.જે આગામી 6 મહિના સુધી લાગુ રહેશે.

બ્રિટનમાં શનિવારથી પબ અને રેસ્ટોરન્ટ ખુલવા જઈ રહ્યા છે.રૃષિ સુનકનુ કહેવુ છે કે, આ યોજનાનો હેતુ 1.8 લોકોને કામ પર પાછા લાવવાનો છે.