આણંદ, તા.૨૭ 

આણંદના રાજાેડપુરાના સુરેશભાઈ ગોહેલ છેલ્લાં ૧૫ વર્ષથી પ્લમ્બિંગનું નાનું મોટું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. કોરોના મહામારીને કારણે તેમની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. તેમનું પ્લમ્બિંગનું કામ પણ બંધ થઈ ગયું હતું, જેનાં કારણે તેઓને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું. આવાં માહોલમાં સરકારે આત્મનિર્ભર બનવા ધીરાણ આપતાં હવે સુરેશ ગોહેલ ન્યુ નોર્મલ લાઇફ તરફ આગળ વધ્યાં છે.  

કોરોના વાઇરસની ઝપેટમાં વિશ્વના અનેક દેશો આવી ગયાં છે. આપણો દેશ ભારત અને આપણું રાજ્ય ગુજરાત પણ બચી શક્યું નથી. દિવસેને દિવસે કોરોનાના કેસો વધતાં સંક્રમણની ચેઇનને તોડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જનહિતમાં લોકડાઉનને અમલી બનાવ્યું હતું. પરિણામે નાના ધંધાદારીઓ, મજૂરો અને રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવતાં પરિવારોની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. આવાં પરિવારો બીજા પાસે સહાય માગવામાં પણ સંકોચ અનુભવતા હોય છે. આવા પરિવારોને કોઈની પાસે હાથ લંબાવો ન પડે તે માટે ગુજરાત સરકારે નાના કારીગરોને આર્ત્મનિભર બનાવવા આર્ત્મનિભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો લાભ સુરેશભાઈને પણ મળ્યો છે.

આર્ત્મનિભર લોન મળતાં સુરેશભાઈ કહે છે કે, લોકડાઉનનો કાળ તો અમારાં માટે ખૂબ જ મુશ્કેલીભર્યો રહ્યો હતો, પરંતુ લોકડાઉનના દિવસો જેમ તેમ કરીને પૂરાં થયાં છે. મારાં માટે ખુશીની વાત તો એ છે કે, લોકડાઉનના સમયમાં નાના ધંધાદારીઓ માટે સરકારે પણ વિચાર્યું અને આર્ત્મનિભર સહાય યોજનાની જાહેરાત કરી હતી. આર્ત્મનિભર યોજનાના ફોર્મના વિતરણની શરૂઆત થઈ તે સમયે મેં પણ સહાય મેળવવા અરજી કરી હતી. જરૂરી પુરાવાઓ પણ સાથે જાેડ્યાં હતાં, જેનાં કારણે મારી આર્ત્મનિભર સહાય લોન બેંક દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

વાર્ષિક માત્ર ૨ ટકાના દરે લોન મળી છે. પહેલાં ૬ મહિના દરમિયાન કોઈપણ પ્રકારનો હપ્તો અમારે ચુકવવાનો નથી, જેથી મને ખૂબ જ રાહત મળી છે. સુરેશભાઈ જણાવે છે કે, મારે પ્લમ્બિંગના કામમાં કેટલાક નાના મોટા મશીનો લાવવાના હતાં, જેનાં કારણે મારાં કામમાં સરળતા રહે, પરંતુ લોકડાઉનના કારણે ધંધા રોજગાર ન રહેતાં મેં મશીન અને અન્ય સામગ્રી લાવવા માટે નાણાં ભેગાં કર્યા હતાં. તેમાંથી થોડાં ઘણાં ખર્ચ થઈ ગયાં હતાં, પરંતુ હવે મને આર્ત્મનિભર સહાય યોજના અંતર્ગત લોન મળતા હું તે પૈસાથી જરૂરીયાત મુજબના મશીન અને સાધન સામગ્રીઓ વસાવી શકીશ. જેનાં કારણે ખૂબ જ ઓછા સમયમાં વધુ ઝડપથી મારી કામગીરી કરી શકીશ.