વલસાડ,તા.૮ 

વલસાડના તિથલ, ડુંગરી,નનકવાડા, ભાગડાવડા અને રોલામાં રૂ.૭.૯૮ કરોડના ખર્ચે ૮ જેટલા નવા રસ્તા બનાવવા માટેની કાર્યવાહી શરૂ થઇ છે. વન અને આદિજાતિ રાજ્યમંત્રી તેમજ ધારાસભ્યના હસ્તે નવા માર્ગોના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

પાંચ ગામો માં ૮ કરોડ ના ખર્ચે માર્ગો ના નિર્માણ થશે જેબાબતે અદિજાતિ મંત્રી રમણલાલ પાટકર અને વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે વધારે પડતા ધ્યાન આપતા થયા છે. નિર્માણ થવા જઈ રહેલા માર્ગોમાં કોઈ પણ જાત ની ગોબચારી ન થાય અને માર્ગ ટકાઉ બને તેની ખાસ સાવચેતી રાખવા જણાવવા માં આવ્યું છે નિર્માણ થવા જઈ રહેલ માર્ગો માં ભાગડાવાડા મુખ્‍ય રસ્‍તાથી પોલિટેકનિક કોલેજ,તિથલ જકાતનાકા નનકવાડા પટેલ ફળિયા,ગ્રામ પંચાયત, ટીવી રિલે કેન્દ્ર થઇ વલસાડ-ધરમપુર રોડનો જોડતો રોડ રૂ.૧.૫૦ કરોડ, તિથલ બીચથી કોસંબા સ્વામી નારાયણ મંદિર રોડ રૂ.૧ કરોડ, સ્ટેટ હોઇવેથી ચીખલા કાંપરી ફળિયાને જોડતો રસ્તો રૂ.૧ કરોડ, ડુંગરી મુખ્ય રસ્તાથી સાર્વજનિક હાઇસ્કુલ,નેશનલ હાઇવેને જોડતો રસ્તો રૂ.૩૯ લાખ, ડુંગરી હાઇવેથી ડુંગરી રેલિયા ફળિયા ગામને જોડતો રસ્તો રૂ.૧.૨૦ કરોડ, રોલા બસ સ્ટેન્ડથી પૂર્વ નગરીથી હાઇવેને જોડતો રસ્તો રૂ.૧.૫૦ કરોડ, ડુંગરી રોલા રોડથી ઓલગામને જોડતો રસ્તોરૂ.૩૯ લાખ ના ખર્ચે બનશે.