નવી દિલ્હી 

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી)ના વડા ગ્રેગ બાર્કલે આઈસીસીના નવા ચેરમેન બન્યા છે. તેમણે સિંગાપુરના ઈમરાન ખ્વાજાને હરાવ્યા છે. ખ્વાજાને ભારતના શશાંક મનોહરે રાજીનામું આપ્યા પછી વચગાળાના ચેરમેન બનાવાયા હતા. ઓકલેન્ડમાં કોમર્શિયલ લોયર રહેલા બાર્કલે 2012થી ન્યૂઝીલેન્ડ ક્રિકેટના હેડ હતા.

પ્રથમ રાઉન્ડમાં ઈલેક્ટ્રોનિક મતદનમાં કુલ 16માંથી બાર્કલેને 10 અને ખ્વાજાને 6 વોટ મળ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં બહુમત ન મળતા બીજા રાઉન્ડનું મતદાન થયું હતું. આઈસીસીના નવા નિયમ મુજબ ઉમેદવારે કુલ વોટ(16)ના બે તૃતિયાંશ વોટ મળવા જરૂરી છે. એટલે ચેરમેન બનવા 11 વોટ હોવા જોઈએ.

એવું મનાય છે કે, ન્યૂઝીલેન્ડ ઉપરાંત બિગ-3 દેશ એટલે ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ બાર્કલેને વોટ આપ્યો છે. જોથી વધુને વધુ દ્વીપક્ષીય શ્રેણી યોજાઈ શકે.