અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા સોમવારે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નવનિયુક્ત જસ્ટિસ ડૉ. વિનીત કોઠારીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ શપથવિધિ પ્રસંગે કાયદા અને ન્યાયતંત્ર પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, વકીલો, હાઇકોર્ટના અધિકારીઓ તેમજ નવનિયુક્ત જજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.