અમદાવાદ-

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના કહેર ઓછો થતો જાય છે. કોરોનાથી સાજા થયા બાદ મ્યુકોરમાયકોસિસ ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાયકોસિસ ને મહામારી જાહેર કરવામાં આવી છે. મ્યુકોરમાયકોસિસ કેસ વધતાં ઇન્જેક્શન ની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે મ્યુકોરમાયકોસિસ ની સારવારમાં વપરાતા એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન નો જથ્થો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ આવે ખાતે પહોંચ્યો છે. અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસ ની સારવાર લઈ રહેલા દર્દીઓ ના સગા પાસેથી જરૂરી દસ્તાવેજ લઈ એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવશે. અમદાવાદ સોલા સિવિલ ને 100 ઇન્જેક્શન હાલ જીએમએસસીએલ (GMSCL) દ્વારા આપવામાં આવ્યા છે. 40 ઇન્જેક્શન સોલા સિવિલ દ્વારા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ની સારવાર માટે ઉપયોગમાં લેવાયા છે.

હાલ સોલા સિવિલમાં આવેલા ઇન્જેક્શનની કિંમત 5300 રૂપિયા જે પાવડર ફોર્મમાં છે. પાવડર ફોર્મમાં આવતા ઇન્જેક્શન માટે સામાન્ય ટેમ્પરેચરની જરૂર રહે છે. લિકવિડ ફોર્મમાં આવતા ઇન્જેક્શન ને 2 થી 8 ડીગ્રી સુધી સાચવવાની ફરજ પડે છે. હાલની ફાર્મા કંપનીઓ એ ઉત્પાદન ઝડપથી શરૂ કરી જ દીધુ છે, એમ તેમણે જણાવ્યુ હતુ. તેમણે વધુમાં જાણકારી આપી હતી કે, ભારતીય કંપનીઓ એ એમ્ફોટેરિસીનબી ની 6 લાખ વાયલ્સ આયાત કરવા માટે ઓર્ડર આપી દીધા છે.