વડોદરા

મહેફીલો અને પાર્ટીઓ માટે જાણીતા મહિનદી પારના આંકલાવ નજીક આવેલા ફાર્મ હાઉસમાં પોલીસે દરોડો પાડી ૪ મહિલા ડાન્સરો અને ૯ નબીરા મળી કુલ ૧૩ને ઝડપી પાડ્યા હતાં. મહત્વની વાત તો એ છે કે પોલીસને મળેલી બાતમીમાં વડોદરાના એક ન્યુઝ પોર્ટલના માલિક વિજય અગ્રવાલે આ મહેફીલનું આયોજન કર્યું હતું. જેમાં દિલ્હીની એક ન્યુઝ એજન્સી બે ઇસમો સહિત ન્યુઝ પોર્ટલના કર્મીઓનો પણ સમાવેશ થાય છે.

દેશભરમાં હાલ કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. જેથી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લાવવા માટે દેશના કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્‌યુ લાગુ કર્યો છે. તેવામાં કેટલાક શખ્સો ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ પોતોના મોજા શોખ પુરા કરવાનુ છોડતા નથી. એવી જ એક ઘટના આણંદ જિલ્લાના આંકલવ ખાતે ગત રાત્રે બની હતી. જ્યાં રોયલ ફાર્માં કેટલાક શખ્સો યુવતિઓ સાથે ડ્રિન્ક એન્ડ ડાન્સની મજા માણતા પોલીસના હાથ ઝડપાયા છે. આણંદ જિલ્લાના આંકલવ ખાતે આવેલા મોટીસંખ્યાળ ગામે રોયલ ફાર્મમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મેહફિલ માણી રહ્યાં હોવાની બાતમી આંકલવ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસને કોર્ડન કરી રેઇડ પાડી હતી. જેમાં ૯ યુવકો અને ૪ યુવતિઓ ડ્રિન્ક એન્ડ ડાન્સની મજા લેતા ઝડપાયા હતા. આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, જે સ્થળ ડ્રિન્ક એન્ડ ડાન્સ પાર્ટી ચાલી રહીં હતી તે રોયલ ફાર્મ વડોદરાના વિપુલ અગ્રવાલનુ છે. આ ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો મોટી સંખ્યામાં ભેગા મળી દારૂ અ ડાન્સની મહેફિલ માણી રહ્યાં હોય તેવી બાતમી પેટ્રોલીંગમાં રહેલા પોલીસ અધિકારીઓને મળી હતી. બાતમીના આધારે ફાર્મ હાઉસમાં રેઇડ કરતા કુલ ૧૩ લોકો મળી આવ્યાં હતા. જેમાં ૯ યુવકો અને ૪ યુવતિઓ શામેલ છે. પોલીસે ફાર્મ હાઉસમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બીયર મળી આવી હતી. બનાવને પગલે આંકલવ પોલીસે ૪ યુવતિઓ સહિત ૧૩ લોકો સામે જાહેરનામા ભંગ અને પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફાર્મ હાઉસમાંથી મળી આવેલી દારૂની બોટલો તેમજ ફોર વ્હિલ કાર, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૦ લાખ ઉપરાંતો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રોયલ ફાર્મમાં ડ્રિંક એન્ડ ડાન્સ પાર્ટીમાં કોણ કોણ સામેલ હતું

વિજયકુમાર રિશભકુમાર શર્મા નજફગઢ દિલ્હી, સમીર સુરેશપ્રસાદ તિવારી જબલપુર મધ્ય પ્રદેશ, પ્રમોદ શંકરલાલ રાજપૂત જબલપુર મધ્ય પ્રદેશ, પરિતોષ સંતોષકુમાર વર્મા નરસિંહપુરા મધ્ય પ્રદેશ, શીશીર સુરેશપ્રસાદ તિવારી જબલપુર મધ્ય પ્રદેશ, રાજેશભાઇ સામંતભાઇ પઢિયા (રહે ટેકરા વિસ્તાર, ચમારા, આંકલાવ) નેશનપ્લસ ન્યુઝ સ્ટુડીયો ઇન્ચાર્જ, ખએમરાજ સુરજદીન સોની (રહે પોપ્યુલર સોસાયટીની બાજુમાં અમદાવાદ), રાકેશ રવિકાન્ત સ્થાપર સિદ્ધાર્થ એન્કલેવ દિલ્હી, પુનમભાઇ અંબાલાલ સોલંકી (રહે ધોધા તલાવડી આંકલાવ), મોનીકા નરેશભાઇ રામગોપાલ શર્મા (રહે, અસ્લાલી, શ્રી રામ રેસીડેન્સી અમદાવાદ), હેતલ મનુભાઇ શંકરલાલ પરમાર (રહે, બુખારાની પોળ અમદાવાદ), સોનલબેન રામભાઇ ગોવિંદભાઇ દાતી (રહે અંજની હોમ્સ, માણેજા, વડોદરા), સીમાબેન રાજેશભાઇ તુલસીદાસ મિસ્ત્રી (રહે, મુજમહુડા વડોદરા).

પોલીસને જાેઇ કોણ ભાગ્યુ ? મહેફીલનો આયોજક યજમાન ગેરહાજર

મોડી રાત્રે પોલીસની એન્ટ્રી થતાં ફાર્મ હાઉસમાંથી બેથી ત્રણ ઇસમો અંધારાનો લાભ લઇ ભાગી છુટ્યા હોવાનું સ્થાનીક ગામ વાસીઓનું કહેવું છે. બીજી તરફ આંકલાવ પોલીસ મથકની એફ.આઇ.આર.માં સ્પષ્ટ જણાવ્યું છે કે, વિજય અગ્રવાલના ફાર્મમાં ગેટ ટુ ગેધર પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં ડાંસ એન્ડ ડ્રીક્સની મહેફીલ ચાલતી હતી. તેવા સંજાેગોમાં આરોપીઓના લીસ્ટમાં મહેફીલનો આયોજક અને યજમાનનું નામ નહીં હોવાથી અનેક સવાલો ઉભા થયા છે.

ભાગાદારો જીતુ યાદવ, વીકી સરદાર સાથે વિવાદ થતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું

આંકલાવ પોલીસને બાતમી મળી હતી કે વીજય અગ્રવાલ બનાવટી માર્કશીટના ધંધામાં કરોડો કમાયા બાદ ભાગાદારો જીતુ યાદવ, વીકી સરદાર સાથે વિવાદ થતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. અને એક બીજાને પાડી દેવાની પેરવીમા હતાં. માર્કશીટ બાદ આ ત્રીપુટી ડીમ્ડ યુનીવર્સિઓ અને બીટ કોઇનમાં રોકાણ ઉપરાંત મોટી રકમની લોન અપાવાના બહાને છેતરપિંડી શરૂ કરી હતી. જેમાં શહેરનો માથાભારે દિલીપ કેરીની પણ સંડોવણી હોવાનું કહેવાય છે જાેકે પી.સી.બી.એ નકલી માર્કશીટમાં વીકી સરદારને ઝડપી જેલ ભેગો કર્યા બાદ ત્રણેય વચ્ચે સમાધાન થતાં પોલીસથી બચવા ન્યુઝ પોર્ટલ શરૂ કર્યું હતું.