લોકસત્તા ડેસ્ક 

નેમારની હેટ્રિકની મદદથી બ્રાઝિલે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પેરુને 4-2થી હરાવ્યું છે. લીમાના નેશનલ સ્ટેડિયમમાં બ્રાઝિલ તરફથી નેમારે 28મી અને 83મી મિનિટમાં પેનલ્ટી પરથી અને 90+4 મિનિટમાં ગોલ કર્યા હતા. નેમારના 64 ઈન્ટરનેશનલ ગોલ થયા છે. તે બ્રાઝિલ તરફથી ગોલ કરવા બાબતે બીજા નંબરે આવી ગયો છે. તેણે રોનાલ્ડો(62)નો રેકોર્ડ તોડ્યો છે. અન્ય મેચમાં આર્જેન્ટીનાએ બોલિવિયાને 2-1થી હરાવી. આર્જેન્ટીનાનો સળંગ બીજો વિજય છે. બ્રાઝિલ પ્રથમ અને આર્જેન્ટીના બીજા નંબરે છે.