ગોધરા : ભારતના સંરક્ષણ ક્ષેત્રના બહુચર્ચિત એવા ભારતીય નોૈકાદળના કેટલાક જવાનોને હનીટ્રેપમા ફસાવ્યા બાદ નોૈકાદળની સંવેદનશીલ ગતિવિધીઓ જાણવા માટે પાકીસ્તાનની કુખ્યાત એજન્સી આઈએસઆઈના વિશાખાપટ્ટણમ જાસૂસી કાંડના મુખ્ય સુત્રધાર ગોધરાના ઈમરાન ગીતેલી નામના પાકિસ્તાનના જાસૂસની એનઆઈએ દ્વારા ગઈકાલે ધરપકડ કરવામાં આવતા ગુજરાતના પોલીસ તંત્રમા તો ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે. સાથોસાથ ગોધરાના ઈમરાન ગીતેલીના આઈએસઆઈના ઈશારે ભારતીય નોૈકાદળના જાસુસી કાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે પર્દાફાશ થયા બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ પણ ચોકી ઉઠી છે.વિશાખાપટ્ટણમ જાસુસી કેસના મુખ્ય આરોપીની સોમવારના રોજ વહેલી સવારમાં ગોધરાના પોલન બજાર વિસ્તારમાં વાલી ફળીયા નં.૩ ખાતે રહેતા ઇમરાન યાકુબ ગીતેલીની એન.આઇ.એ.દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ માટે કામ કરતા જાસૂસો દ્વારા ભારતીય નૌકાદળના જહાજા, સબમરીનો અને અન્ય સંરક્ષણ મથકો,સ્થળો સંદર્ભની ગુપ્ત માહીતીઓ અને અતિ ગુપ્ત સંવેદનશીલ વિગતો એકત્ર કરવા માટે ભારતમાં જાસૂસીઓ જાળ બિધાવી હતી એમાં ગોધરાના આ ઇમરાન ગીતેલીનો પણ સમાવેશ કરાયો હતો. ગોધરાના આ આઇ.એસ.આઇ.નો જાસૂસ કાપડના વ્યાપારની આડશમાં પાકિસ્તાન ખાતેના વારંવારના પ્રવાસોમાં આઇ.એસ.આઇ.ના સંપર્કોમાં આવ્યો હતો. અને પાકિસ્તાનમાં બેઠેલા “હેન્ડલરો”ની સૂચનાઓ પ્રમાણે ભારતીય નૌકાદળના કેટલાંક જવાનોના બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવીને બદલામાં પાકિસ્તાન સામે મોર્ચો સંભાળનાર ભારતીય નૌકાદળની ગતિવિધીઓ અને સંવેદનશીલ માહિતીઓ એકત્ર કરીને આઇ.એસ.આઇ.ને પહોંચાડતો હતો. આ અંગે નો ઉલ્લેખ એન.આઇ.એ.દ્વારા વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ૧૪ આરોપીઓ સામે તા.૧૫ જુનના રોજ ૧૪ આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલ ચાર્જશિટમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશાખાપટ્ટનમ જાસૂસી કેસના મુખ્ય સૂત્રધાર અને આઇ.એસ.આઇ.ના જાસૂસ ગોધરાના આ ઇમરાન ગીતેલીની સોમવારના વહેલી સવારમાં એન.આઇ.એ.ના અધિકારીઓએ ધરપકડ કરીને હાથ ધરેલા સર્ચ અભિયાનમાં ડિજીટલ ડીવાઇસ અને ગેરકાયદે દસ્તાવેજાે સમેત આઇ.એસ.આઇ.ના નાણાંકીય ફંડના હિસાબ-કિતાબોના વ્યવહારો પણ કબ્જે કર્યા હતા. 

પાક.માં બેઠેલા હેન્ડલરોના ઇશારે ઇમરાન કામ કરતો હતો

હિન્દુસ્તાનના ભાગલા બાદ ગોધરા અને પાકિસ્તાન વચ્ચે વિખૂટી પડી ગયેલા પરિવારોના સામાજીક સંપર્કોની આડશમાં કાપડના વ્યાપારી તરીકે વારંવાર પાકિસ્તાનનો પ્રવાસ કરનાર ગોધરાનો ઇમરાન ગીતેલી પાકિસ્તાની કુખ્યાત જાસૂસી સંસ્થા ૈંજીૈંના સંપર્કમાં આવ્યો હતો. પાંચ વર્ષોથી આઇ.એસ.આઇ.નો જાસૂસ બનેલ આ ઇમરાન ગીતેલી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સમુદ્રમાં યુધ્ધના મોર્ચે તહેનાત બનીને ભારતીય નૌકાદળની સંવેદનશિલ ગતિવિધીઓની ગુપ્ત માહિતીઓ એકત્ર કરવા માટે આઇ.એસ.આઇ.ના માસ્ટર પ્લાનમાં મુખ્ય સૂત્રધાર ચહેરા તરીકે દાખલ થયો હતો! એમાં કહેવાય છે કે પાકિસ્તાનમાં બેઠેલા આઇ.એસ.આઇ.ના બે હેન્ડલરો અકબર ઉર્ફે અલી અને રિઝબાનના સંપર્કોના ઇશારે અરફાક ગંડુના મોબાઇલ ફોન અને સોશ્યિલ મિડીયાના સંદેશઆના આધારે ભારતીય નૌકાદળના કેટલાંક જવાનોના ખાતાઓમાં ગૂગલ પે અને મોબાઇલ બેંકીંગના માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરીને ભારતીય નૌ-સેનાની હિલચાલો અને સંવેદનશીલ માહિતીઓ પહોંચાડતો હતો.