મુંબઇ 

ટીવી જગતની પ્રખ્યાત એક્ટ્રેસ નિયા શર્માનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો. તેની બોલ્ડનેસની ચર્ચાઓ હમેશાં રહે છે. નિયા શર્મા તેનાં ફોટો અને વીડિયો શેર કરી ફેન્સ સાથે જોડાયેલી નજર આવે છે. ટીવીની નાગિન નિયા શર્મા એટલે જ એક વખત ફરી ચર્ચામાં છે. તે તેનાં ગ્લેમર્સ ફોટો ચર્ચામાં છે. જેમાં તે બીચનાં કિનારે નજર આવી હતી. વાયરલ થઇ રહેલી ફોટોમાં નિયા શર્મા બિચનાં કિનારે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે.

ફોટોમાં નિયા શર્માનો અંદાજ જોવા લાયક છે. નિયા શર્માએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી તે ફોટો શેર કરી છે જે હાલમાં ચર્ચામાં છે. બ્લેક આઉટફિટમાં નિયા રેતમાં રમતી નજર આવે છે. જે જોયા બાદ તેનાં ફેન્સ તેનાં પર ખુબ બધી લાઇક્સ અને કમેન્ટ કરી રહ્યાં છે