દિલ્હીઃ-

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફેબ્રુઆરી 2019માં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલા થયો હતો. જેમાં 40 જવાન શહીદ થયાં હતાં. આ કેસમાં NIAએ મંગળવારે જમ્મુની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં પાકિસ્તાનની ધરતી પરથી કાશ્મીરમાં આતંકવાદ ફેલાવી રહેલા આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના મૌલાના મસૂદ અઝહર અને તેના પરિવાર પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. આ તપાસમાં NIAએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, પુલવામા એટેક પહેલા મસૂદના ભત્રીજા ફારુકના ખાતામાં 10 લાખ જમા થયાં હતાં.

પુલવામા આતંકી હુમલો કરવા માટે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભત્રીજા મોહમ્મદ ઓમર ફારૂકના પાકિસ્તાનના બેંક ખાતામાં 10 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આ અંગે NIAની ચાર્જશીટમાં માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે, ફારુકના પાકિસ્તાનમાં એલાઈડ બેંક અને મેજાન બેંકના ત્રણ ખાતામાં આતંકી હુમલાના થોડા દિવસો પહેલા રૂપિયા જમા થયા હતાં. ફારુક આત્મઘાતી હુમલાખોર હતો. જે બાદમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.