સુરત,  ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ કાબૂમાં છે અને રિકવરી રેટ લગભગ ૯૮ ટકાની આસપાસ છે. એવા સમયે ગુજરાત સરકારે ચાર મહાનગરના લોકોને રાત્રિ કરફ્યૂમાં વધુ રાહત આપતો ર્નિણય લીધો છે. ગુજરાતના ૪ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ર્નિણય પ્રમાણે ગુજરાતના ૪ મહાનગરમાં રાત્રે ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લંબાવાયો છે. અગાઉ સરકારે મહાનગરમાં રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રાખ્યો હતો. પરંતુ આજરોજ રાત્રિ કરફ્યૂની મુદ્દત પુરી થતી હતી. ત્યારે આજે ત્રણ વાગે કોર કમિટીમાં રાત્રિ કરફ્યૂને લઈને એક કલાકનો વધારો લોકોને આપવામાં આવ્યો છે. હવે ગુજરાતના ૪ મહાનગરોમાં ૨૮ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. નોંધનીય છે કે, રાજ્યનાં ચાર મહાનગરમાં રાત્રિ કરફ્યૂ યથાવત્‌ રાખવામાં આવ્યો છે. સામે ઉનાળો આવતો હોવાથી લોકોને રાજ્ય સરકાર તરફથી રાત્રિ કરફ્યૂમાં મોટી રાહત મળવાની અપેક્ષા હતી, પરંતુ આજે કોર કમિટીની બેઠકમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કરફ્યૂ યથાવત્‌ રાખવાનો ર્નિણય લેવાયો છે.

રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. બીજી બાજુ અમદાવાદ પોલીસ કમિશનર પણ આજે સાંજ સુધીમાં જાહેરનામું બહાર પાડી શકે છે. અગાઉ ગુજરાત સરકારે ચાર મહાનગરના લોકોને રાહત આપતો ર્નિણય કરીને પહેલી ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરીના સમય દરમિયાન રાત્રિ કરફ્યૂ ૧૧ વાગ્યાથી લઇને સવારે ૬ વાગ્યા સુધીનો કર્યો હતો. આ સપ્તાહમાં મહાનગરોની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત આગામી ૨૪ ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમ ખાતે ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજાનાર છે. જેને પગલે રાત્રિ કફ્ર્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ૫૦ હજાર જેટલા દર્શકો અમદાવાદ સહિત રાજ્યભરમાંથી આવનાર છે. આ સંજાેગોમાં કફ્ર્યૂ હોવાને કારણે દર્શકોને ભારે મુશ્કેલી પડી શકે છે. જેને પગલે કફ્ર્યૂના કારણે પોલીસ અને પ્રક્ષેકો વચ્ચેની બબાલ ટાળવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો હોય તેવી પ્રબળ શક્યતા છે. સરકારની સૂચના અનુસાર, ૧૫ ફેબ્રુઆરી બાદ જાે કોરોના સંક્રમણની સ્થિતિ વધુ કાબૂમાં રહેશે તો પુનઃ સમીક્ષા કરીને કરફ્યૂ હટાવવા કે એમાં વધુ ઘટાડો કરવાનો ર્નિણય આજે લેવાયો છે.રાત્રિ કફ્ર્યૂની સાથે સરકાર લગ્ન પ્રસંગ તેમજ અન્ય જાહેર કાર્યક્રમો માટે પણ છૂટછાટ આપી શકે છે. એક મહિના પહેલાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન અને અન્ય પ્રસંગો યોજનારા પરિવારો માટે હાશકારો થાય એવા સમાચાર પણ છે. રાજ્ય સરકારે ર્નિણય લીધો છે કે સામાજિક કે ધાર્મિક સમારોહ જાે ખુલ્લા સ્થળોમાં, પાર્ટી પ્લોટ કે કોમન પ્લોટ જેવાં સ્થળોએ યોજાવાના હોય તો એમાં વ્યક્તિ મર્યાદા રહેશે નહીં.