અમદાવાદ, કોરોના મહામારીને નાથવા માટે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ગત મહિને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રી કરફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ રાત્રી કરફ્યૂ કદાચ ફરી ૧૫ દિવસ સુધી લંબાય તેવી શક્યતા છે. રાજ્યના ચાર મહાનગરોમાં હાલ રાત્રે ૧૧ વાગ્યાથી લઈને ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલી છે. જાેકે રાજ્યના બાકીના નાના મોટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ કરફ્યૂ નથી.

દિવાળી બાદ કોરોના વાયરસે ગુજરાતમાં ફરી માથું ઉચકતા હાહાકાર મચાવ્યો હતો. જેને નાથવા રાજ્યના ચાર મહાનગરો અમદાવાર, સૂરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. જાેકે તેમાં સમયાંતરે છુટછાટ આપવામાં આવી હતી. હાલ આ રાત્રી કરફ્યૂ રાતના ૧૧ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધી અમલી છે. જાેકે હવે કોરોનાની સ્થિતિ ધીમે ધીમે થાળે પડી ગઈ હોવાથી તેમાં છુટછાટ કે પછી હટાવી લેવામાં આવે તેવી શક્યતા હતી.

આજે આ રાત્રી કરફ્યૂની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. પરંતુ તેને યથાવત જ રાખવામાં આવે તેવી શક્યતા છે. આ કરફ્યૂ હજી વધારે ૧૫ દિવસ લંબાવવામાં આવે તેવી આશંકા સેવાઈ રહી છે. કફ્ર્યૂ હટાવવા અંગે હાલ કોઈ વિચારણાં ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજે પૂર્ણ થતી મર્યાદા ફેબ્રુઆરીના અંત સુધી લંબાવાની શક્યતા છે. જાે તે લંબાવાશે તો રાત્રી કરફ્યૂ ૨ જી માર્ચ સુધી અમલી બનશે.