વાઘોડિયા - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નિમેટા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ માં કામ કરતા ૬૪ કામદારોને પગાર નહીં મળતા કામદારોએ પ્લાન્ટ બહાર હંગામો મચાવ્યો હતો. આસપાસના ગામોમાંથી વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ માં કામ કરી પોતાના પરિવારનુ ભરણપોષણ કરતા કામદારોને ૪૫ દિવસ બાદ પણ પગાર નહીં મળતા કામદારોએ આક્રોશ ઠાલવ્યો હતો. વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓને એક થી સાત તારીખ માં પગાર મળી જાય છે ત્યારે નિમેટા વોટર ફિલ્ટર પ્લાન્ટ પર કામ કરતા કામદારોને ૪૫ દિવસ સુધી પગારથી વંચિત રાખી ભેદભાવ રાખવામાં આવે છે.  

કોરોનાની મહામારી મા કામદારો આર્થિકભીંસનો સામનો કરી રહ્યા છે. મકાન, બાઇક, બેન્ક અને લોનના હપ્તા કેવી રીતે ચૂકવવા તેની વિમાસણ અનુભવી રહ્યા છે. અગાઉ પણ આ અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ત્યારે માત્ર બે દિવસમાં પગાર થઈ જશે તેવું આશ્વાસન આપી પરત મોકલી દેવાયા હતા. પરંતુ બે દિવસ પૂર્ણ થવા છતાં પણ કામદારોને પગાર નહીં મળતા કર્મચારીઓ રોષે ભરાયા હતા. અગાઉ કોન્ટ્રાક્ટર નિયમિત પગારની ચૂકવણી કરતો હતો ત્યારે આ નવા કોન્ટ્રાક્ટર વાયેબ વાબગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી દર મહિને આજ સમસ્યા નો કામદારોને સામનો કરવો પડે છે. નિયમીત પગાર મડતો નથી. કામદારોનું કહેવું છે કે અમને સમયસર પગાર આપો તેના બદલામાં આઠ કલાક કહો તો આઠ નહિ તો બાર કલાક કામ કરાવા તૈયાર છીએ. પરંતુ સમયસર પગાર ન મળવાને કારણે અમારે કામથી અળગા રહેવું પડશે તેવી ચિમકી પણ ઊચ્ચારી હતી. જો આવુ થાય તો ફરી એકવાર વડોદરાવાસીઓને પીળુ લીલુ અને દુર્ગંધવાળુ પાણી પીવાનો વખત આવશે. આ અંગે વડોદરા કોર્પોરેશન પણ રજુઆત બાદ પણ યોગ્ય જવાબ આપતા નથી.

મહત્વની વાત છે ૨૦૨૦ કોરોના મહામારીમાં સ્વચ્છતા અંગે સર્વેક્ષણમાં દેશમાં વડોદરાને ૧૦મો ક્રમાંક મળ્યો છે ત્યારે નિમેટા વોટર ફિલ્ટર પ્લાન્ટ મા કામ કરતા કર્મચારીઓને પણ સમયસર પગાર મડે તેવીમાંગ કામદારોએ કરી હતી. સાથેજ પગાર કરવામા નહિ આવેતો આગળ શુ કરવુ તે અંગે કામદારો અંદરો અંદર મંત્રણા કરી ર્નિણય લેવા અંગે જણાવ્યું હતું.