વાઘોડિયા : રસુલાબાદ પાસે ઓરબીટ ૯૯ બંગ્લોઝમા થર્ટી ફસ્ટ ની રાતે દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી રંગમા ભંગ પાડી છ યુવકો સહિત ૩ યુવતીઓને ઝડપી પાડ્યા હતા. કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરી વિદેશી દારૂની મહેફિલ રસુલાબાદ પાસેના ઓરબીટ -૯૯ બંગ્લોઝમા ૯૨ નંબરના બંગ્લામાં ગત્ મોડી રાતે યોજાઈ હતી. મ્યુઝીક સીસ્ટમ સાથે યુવક યુવતીઓની નાચગાન સાથે દારૂની મહેફિલ ચાલી રહિ હતી. યુવક અને યુવતીઓ નશામા જૂમી રહ્યા હતા.
ખાનીપીનીની તમામ વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ કોણ જાણે કેવી રિતે વાઘોડિયા પોલીસને જાણ થતા રાતે ચાલુ મહેફિલે ઓરબીટ ૯૯ બંગ્લોઝપર પોલીસે રેડ કરી ૬ પુરૂષ અને ૩ યુવતીઓને દારૂ ઢીંચતા રંગે હાથ જડપી પડાયા હતા.ઊંચી બ્રાન્ડની ચાર બોટલો સાથે ૮ પ્લાસ્ટીકના ગ્લાસ તેમજ ખાવાપીવાનો સામાન બંગ્લોજમાંથી મડી આવ્યો હતો.પોલીસે અધુરી દારુની બોટલો કબ્જે કરી ખાનદાન નબીરાઓની પુછપરછ કરતા યુવક યુવતીઓ નશાની હાલતમા તોતડાતી જીભે પોતાનો પરિચય આપ્યો હતો. વાઘોડિયા પોલીસે મારૂતી સુજુકીની બ્રીઝા કાર અને બી. એમ. ડબલ્યુ સહિત નવ મોબાઈલ ફોન જપ્ત કરી ૧૭ લાખ, ૫૫ હજાર, ૪૦૦નો મુદ્દામાલ જડપી પાડ્યો હતો.છ યુવક અને ત્રણ યુવતીઓને નશાની હાલતમા વાઘોડિયા પોલીસ મથકે લાવવામા આવ્યા હતા.
પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી
પાડેલા યુવક-યુવતીઓનાં નામ
૧) આલોક શ્રીવાસ્તવ (રહે. ૧૬, રાધે બંગ્લોઝ, ક્રિષ્ણા ટાઉનશિપ પાસે, ગોત્રી, વડોદરા), અભ્યાસ.
૨) સિદ્ધાર્થ વિનોદભાઇ ચૌધરી (રહે. ડી-૪૭, લક્ષ્મી નિવાસ, રોઝરી સ્કૂલની બાજુમાં, પ્રતાપગંજ, વડોદરા) અભ્યાસ.
૩) જય સુનિલભાઇ શાહ (રહે. એ-૨૦૩, સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા), અભ્યાસ.
૪) કાર્તિક ભગવાનજી પટેલ (રહે. ૪૦૧, ચોથો માળ, વર્ધાન કોમ્પ્લેક્ષ, કારેલીબાગ, વડોદરા), નોકરી
૫) અનુજ પ્રવિણભાઇ સહેગલ (રહે. ૩૦૧, વૈદ્ય રેસિડેન્સી, અલકાપુરી, વડોદરા), અભ્યાસ.
૬) મેશ્વા નિકુલભાઇ પટેલ (રહે. ૩-બી, જયશ્રી મહાકાળી સોસાયટી, માંજલપુર, વડોદરા) અભ્યાસ.
૭) સૌમ્યા પંકજભાઇ અગ્રવાલ (રહે. ૪૦૧, એરીઝ એલીગંજ, ૩૭-૧, અરૂણ નગર, અલકાપુરી, વડોદરા) અભ્યાસ.
૮) સિમરન જયેશભાઇ જૈન (રહે. ૨૭, વિઠ્ઠલનગર સોસાયટી, કારેલીબાગ, વડોદરા), અભ્યાસ.
૯) જયસિંહ અર્જુનસિંહ દરબાર (રહે. ૫૦૪, એલ ટાવર, શ્રી સિધ્ધેશ્વરી હીલ, તરસાલી, વડોદરા) ડી.જે.
Comments