પાદરા.તા.૧૩ 

પાદરામાં કોરોના ના કેસ ૨૧૪ સુધી પહોચી જવા પામ્યા છે. પાદરા શહેર તાલુકાના ગામોમાં કોરોના સંક્રમણ ના નવા કેસો નવા વિસ્તારોનો તેમજ તાલુકાના ગામોનો સમાવેશ થતા વડોદરા જીલ્લા ઓ.એસ.ડી. ડો.વિનોદરાવ દોડી આવ્યા હતા. પાદરામાં આરોગ્ય વિભાગમાં જણાવ્યા મુજબ સોમવારે છેલ્લા ૨૪ કલાક માં વધુ ૮ કેસો પોઝીટીવ આવ્યા છે જે જોતા દર ત્રણ કલાકે ૧ વ્યક્તિ કોરોના સંક્રમણ માં આવી રહ્યો છે. આ આંકડો સતત એક માસ થી વધુ સમયથી ચાલી રહ્યો છે. ત્યારે આંકાડાઓ છુપાવવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી છે. કોરોના ગ્રસ્ત વ્યક્તિના વિસ્તાર ના નામ સુદ્‌ધા હવે તંત્ર જાહેર કરવામાં કોરોના થી ડરી રહ્યું છે. પાદરાના નવાપુરા પુનીત ચોકમાં રહેતા પ્રદીપ નટવરલાલ ગાંધી નું આજે વડોદરા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. છેલ્લા ૨૦ દિવસથી પ્રથમ પાદરા ની ખાનગી હોસ્પીટલમાં રીપોર્ટ કઢાવ્યા બાદ વધુ સારવાર માટે છેલા ૧૩ દિવસ થી વડોદરા ની હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હતા જેનું આજ રોજ મોત થવા પામ્યું છે. વડોદરા જીલ્લા ઓ.એસ.ડી. ડો.વિનોદ રાવ પાદરા દોડી આવ્યા હતા અને જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારી, પાદરા તાલુક વિકાસ અધિકારી તેમજ પાદરા મામલતદર સહીત નગર પાલિકા અને પાદરા તાલુકા હેલ્થ ઓફિસર સહીત પાદરા આરોગ્ય શાખા ની ટીમ સાથે મીટીંગ કરી હતી.