સુરત,તા.૩૧ 

સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. તેમ છતાં લોકો હજુ પણ સાવચેતી રાખી રહ્ના નથી. મનપા કમિશ્નર શહેરના અલગ અલગ સ્થળો પર જઇ કલસ્ટર વિસ્તારમાં લોકોને કોરોના વિશે માહિતી આપી કંઇ રીતે તેની સામે લડી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ આપી રહ્ના છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્ના છે.

સુરત અને જીલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોધાતા લોકોમાં ભય જાવા મળી રહ્ના છે. શુક્રવારે સુરત શહેરમાં ૨૧૯ અને જીલ્લામાં ૬૫ મળી કુલ ૨૮૪ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી ૧૩,૬૬૩ કેસો નોધાયા છે. શુક્રવારે શહેરમાં સાત અને જિલ્લામાં ૪ એમ કુલ ૧૧ ના મોત થયા હતા. કુલ મોતનો આંકડો ૫૯૭ થયો હતો. પહેલી ઓગસ્ટથી હીરા ઉદ્યોગ માટે નવી ગાઈડ લાઈન પ્રમાણે પાલિકા દ્વારા બે કલાકનો વધારો કર્યો છે જેના કારણે બજારમાં ચહલપહલની સંભાવના છે. હાલ તો સુરતવાસીઓ ચિંતામાં છે.