સુરત, વલસાડ, તા.૩ 

ગુજરાત રાજયમાં કોરોનાઓ ભારે આંતક જાવા મળી રહ્ના છે. જેમાં ખાસ કરીને અમદાવાદ બાદ હવે સુરતમાં જાવા મળી રહ્યોે છે. સુરતમાં રોજના થોકબંધ કેસો સપાટી પર આવી રહ્ના છે. સોમવારે સુરતમાં વધુ ૧૧ ના મોત થયા હતા. વધુ ૨૫૮ પોઝિટિવ કેસો નોંધાયા હતા જેમાં ૧૯૮ શહેરમાં અને ૬૦ જિલ્લામાં થયા હતા. કુલ પોઝિટિવ કેસનો આંક ૧૪૪૨૦ થયો હતો જેમાં શહેરના ૧૧૫૯૭ અને ૨૦૮૩ જિલ્લામાં થાય છે. કુલ મોતનો આંકડો ૬૩૨ થયા હતા.

સોમવારે સુરત શહેર ભાજપના પ્રમુક નીતિન ભજીયાવાળા તેમજ તેમના પત્નીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રીપોર્ટ પોઝિટિવ આવતાં આ સમાચાર સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.સુરત શહેરમાં કુદકેને ભુસકે કોરોના સંક્મીતના કેસો બહાર આવી રહ્ના છે. કોરોનાઍ છેલ્લા કેટલાક દિવસોથી તેનો વિસ્તાર બદલ્યો છે.

કતારગામ અને વરાછા ઝોન વિસ્તારમાં તેનો કહેર ઓછો થયો છે તો હવે અઠવા, અને રાંદેર વિસ્તારને તેની ઝપડમાં લીધો છે. આ ંબને વિસ્તારમાં મોટી સંખ્યામાં કેસો ડિટેકટ થઈ રહ્ના છે તંત્ર દ્વારા આ બંને વિસ્તાર ઉપરાંત ઉધના ઝોનમાં ધનવંતરી રથ સહિતની કામગીરી તેજ બનાવી છે. અને તેમાં તંત્રને સફળતા મળી રહી છે.

સોમવારે સુરતમાં વધુ ૧૧ ના મોત થયા હતા. વધુ ૨૫૮ પોઝિટિવ કેસો નોંધાયા હતા જેમાં ૧૯૮ શહેરમાં અને ૬૦ જિલ્લામાં થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવ્યા હતા અને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓએ અધિકારીઓ સાથે ચર્ચા કરીને કોરોનાના કેસો ન વધે તે માટે તકેદારીની સુચનાઓ આપી હતી.

આ ઉપરાંત વલસાડ જિલ્લા માં ઘાતક કોરોના ની ગતિ ધીમી પડતા લોકો માં રાહત નો અનુભવ થયો છે છેલ્લા ઘણા દિવસો થી કોરોના સંક્રમિતો ની સંખ્યા માં પ્રતિદિન તોતિંગ વધારો થતો હોવા થી આરોગ્ય તંત્ર પણ દહેશત માં આવી ગયું હતું પરંતુ આજે માત્ર ત્રણ કોરોના દર્દીઓ સામે આવતા તંત્ર ને થોડી રાહત થઈ છે.વધુ એકનું મોત થયું હતું.

વલસાડ ખાતે કોસંબા ના પારધી ફળિયા માં ૫૦ વર્ષીય પુરુષ, રામવાડી માં ૧૮ વર્ષીય યુવક અને વાપી ના ચલા ની સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ માં ૩૦ વર્ષીય પુરુષ ને કોરોના આવતા સારવાર હેઠળ રાખવા માં આવ્યા છે. વલસાડમાં વધુ એકનુંમોત થવાથી ચિંતાનું મોજું છવાઇ ગયું હતું.