સુરત,તા.૨ 

સુરતમાં જીવલેણ કોરોનામાં સપડાયેલા દર્દીર્ઓનો મોતનો સીલસીલો યથાવત રહ્ના છે. આજે સવારે સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન નરેન્દ્ર ગાંધીનું કોરોનામાં મોત નિપજ્યું છે. નરેન્દ્ર ગાંધી ઍક અઠવાડિયાથી મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા દરમિયાન આજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આ ઉપરાંત સુરતમાં આજે કોરોનાના વધુ ૨૩૭ કેસ નોંધાયા છે. કુલ કેસોનો આંક ૧૪૧૬૨ થયો હતો. સુરતમાં રવિવારે વધુ ૧૨ ના મોત થયા હતા જેમાં જિલ્લાના પાંચ અને શહેરના સાત હતા. જિલ્લાના કુલ મોત ૧૧૭ અને શહેરના ૫૦૪ હતા. આમ કુલ મૃત્યુઆંક ૬૨૧ થયો હતો. સુરતમાં જુલાઈ મહિનામાં ૬૦૧૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ૨૩૯ દર્દીઓના મોત નિપજ્યા હતા.

રાજયમાં અમદાવાદ બાદ સુરત કોરોના હોટસ્પોટ બન્યુ છે. અનલોક બાદ સુરતમાં કોરોનાઍ જે રફતાર પકડી છે ત્યારથી પાછુ વળીને જાયુ નથી. જાણે અનલોક બાદ મળેલી છુટછાટમાં તેને પણ છુટ મળી ગઈ હોય તેમ રોકેટની ગતિઍ આગળ વધી રહ્ના છે. કોરોના ઝપડમાં સુરતના તમામ ઝોન વિસ્તાર આવી ચુક્યો છે. અને રોજના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે દર્દીઓના મોતમાં પણ ચિંતાજનક રીતે વધારો થતા તંત્રમાં બારે ચિંતાનો મોજુ ફરી વળ્યું છે.

માત્ર જુલાઈ મહિનામાં અનલોકમાં મળેલી છુટછાટમાં ૬૦૧૧ કોરોના સંક્રમીત બન્યા હતા અને કોરોનામાં સપડાયેલા ૨૩૯ દર્દીઓના મોત નિપજ્યા છે. સુરત મહાનગરપાલિકાના ભૂતપૂવ સ્થાયી ચેરમેન નરેન્દ્ર ગાંધી અને્‌ તેમના પત્ની ચેપગ્રસ્ત થતા સારવાશ્વર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ઍક સપ્તાહ સુધીની સારવાર બાદ આજે સવારે નરેન્દ્ર ગાંધીનું મહાવીર હોસ્પિટલમાં નિધન થયું છે. નરેન્દ્ર ગાંધી સુરત પીપલ્સ બેન્કના પણ ચેરમેન હતા. કોરોનાને કારણે હાલ તો સુરતવાસીઓ ખૂબ જ ચિંતામાં છે. સુરતમાં રવિવારે વધુ ૧૨ ના મોત થયા હતા જેમાં જિલ્લાના પાંચ અને શહેરના સાત હતા. આમ મોતનો આંકડો વધતાં સુરતવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.