રાજકોટ, રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી સરકારના સમય દરમિયાન માત્ર ૧૦ દિવસમાં જ સૌનીનું પાણી રાજકોટને મળતું હતું, પરંતુ સરકાર બદલાઈ જતા મનપાએ ૧૦-૦૧-૨૦૨૨ના રોજ પાણી માટે મેયર ડો.પ્રદિપ ડવે સરકારને પત્ર લખ્યાના એક મહિના બાદ આજે રાજકોટને પાણી મળ્યું છે.આ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવે તેની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, ન્યારીમાં પાણી ફાળવતા આગામી ચોમાસા સુધી દૈનિક ૨૦ મિનિટ પાણી પુરવઠો શહેરીજનોને મળશે. રાજકોટવાસીઓએ ચોમાસાની સીઝન સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજી ડેમ બાદ ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. ન્યૂ રાજકોટની જળજરૂરીયાત સંતોષતા ન્યારી ડેમમાં દરવાજા રિપેરીંગની કામગીરી પૂર્ણ થતા આજથી નર્મદાની ઠાલવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઉનાળા દરમિયાન પાણીની તંગી ન સર્જાય તે માટે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજી ડેમમાં ૭૦૦ સ્ઝ્રહ્લ્‌ અને ન્યારી ડેમમાં ૩૫૦ સ્ઝ્રહ્લ્‌ નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી જેની સામે સરકાર દ્વારા ન્યારી ડેમમાં ૨૦૦ સ્ઝ્રહ્લ્‌ નર્મદાનું પાણી ઠાલવવામાં મંજૂરી આપી છે. આજી ડેમ બાદ આજથી ન્યારી ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.