દિલ્હી-

છેલ્લા કેટલાક મહિનાઓથી, જીએસટી વળતરના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદ વધી રહ્યો છે. આ વાતાવરણમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, જીએસટી કાઉન્સિલ વળતર મુદ્દે કોઈ રસ્તો શોધી કાઢશે. જીએસટી કાઉન્સિલની બેઠક ઓક્ટોબરના શરૂઆતના સપ્તાહમાં યોજાનાર છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે જીએસટી વળતર ચુકવણીના મામલામાં તેઓ તેમના પુરોગામી નાણાં પ્રધાન અરુણ જેટલીએ કરેલા વચનનું સન્માન કરશે. તેમણે કહ્યું, "ભલે આપણે હાલમાં દૈવી સંકટમાં છે, પરંતુ અમે રાજ્યોને કેવી રીતે વળતર આપીશું,  તે અમે કાઉન્સિલની બેઠકમાં તેની ચર્ચા કરીશું." મહેસૂલને સરભર કરવા માટે લોન કેવી રીતે લઈ શકાય તે અંગે કાઉન્સિલ તપાસ કરશે. "નાણાં પ્રધાને કહ્યું કે આ ચુકવણી વળતર સેસ ફંડની હોવી જોઈએ.

નાણામંત્રીએ કહ્યું કે વિપક્ષે અફવા ફેલાવવાનું ટાળવું જોઈએ, અમે કોવિડ -19 ના સંજોગોમાં પણ રાજ્યોના નાણાં રોકતા નથી. તેમણે કહ્યું કે, "રાજ્યોને જીએસટી વળતરની બાબતમાં કેન્દ્ર તેની જવાબદારીથી પીછેહઠ કરી રહ્યું નથી."