લોકસત્તા ડેેસ્ક

ગાયના દૂધના ફાયદા તો લગભગ બધાને ખબર જ હશે, પરંતુ બકરીના દૂધના ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણે છે. બકરીનું દૂધ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સૌંદર્યને પણ ઘણાં ફાયદા પહોંચાડવામાં સક્ષમ છે. બકરીનું દૂધ, પ્રીબાયોટિક, એન્ટી ઇનફેક્શન અને એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તેમાં સન્યુગ્મ લિનોલિક એસિડ, સેલેનિયમ, નિયાસિન, વિટામિન એ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક અને મિનરલ જેવા પોષક તત્વ મળે છે. ચાલો જાણીએ બકરીનું દૂધ કઇ રીતે સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે ફાયદાકારક છે.

ઇમ્યુનિટીમાં કરે છે વધારો

દરરોજ એક ગ્લાસ બકરીના દૂધનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે, જેનાથી રોગ થવાનો ખતરો ઓછો થાય છે.

પ્લેટલેટ કાઉન્ટને વધારવામાં મદદરૂપ

બ્લડમાં પ્લેટલેટ કાઉન્ટને વધારવામાં બકરીનું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા થવાની સ્થિતિમાં પણ ઘટતી પ્લેટલેટને વધારવા માટે બકરીના દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. બકરીના દૂધમાં સેલેનિયમ નામનું તત્ન મળે છે, જે પ્લેટલેટ કાઉન્ટને વધારવામાં મદદ કરે છે.

હાડકાને મજબૂતી આપે છે

બકરીના દૂધનું સેવન હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. બકરીના દૂધમાં ભારે માત્રામાં કેલ્શિયમ મળે છે. સાથે જ થોડીક માત્રામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ મળે છે, જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે.

સ્કીનને સોફ્ટ અને ગ્લોઇન્ગ કરે છે

ફેસની સ્કિનને સોફ્ટ અને ગ્લોઇન્ગ બનાવવા માટે તમે બકરીના કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો. તેના માટે કેટલાક દિવસો સુધી દરરોજ બકરીના તાજા અને કાચા દૂધને કોટન બોલ દ્વારા તમારા ફેસ પર લગાવવું પડશે. ફેસ પર દૂધનું એક રાઉન્ડ લગાવ્યાના બે મિનિટ પછી, પછી ત્રીજો રાઉન્ડ અને ત્યારબાદ સોફ્ટ હેન્ડથી પાંચ મિનિટ સુધી ફેસ મસાજ કરો. પછી ફેસને ઠંડા પાણીથી ધોઇ નાંખો.

પિમ્પલ્સ અને કરચલીને દૂર કરવામાં કરે છે મદદ

બકરીના કાચા દૂધનો ઉપયોગ ફેસ પર કરવાથી પિમ્પલ્સ અને કરચલીઓની સમસ્યાથી આરામ મળે છે. તેના માટે તાજા અને કાચા દૂધને કોટન બોલ દ્વારા ફેસ પર લગાવો. જ્યારે દૂધ સુકાવા લાગે તો બીજી વખત લગાવો. જ્યારે તે પણ સુખવા લાગે, તો પાંચ મિનિટ સુધી સોફ્ટ હેન્ડથી ફેસને રબ કરી લો, પછી ફેસને ઠંડા પાણીથી ધોઇ લો.