ભરૂચ, જંબુસર સાત ઓરડી પાસે ઘણા સમયથી મસમોટા ખાડા પડી ગયા તે બાબતે રેલ્વે તંત્ર ઉદાસીનતા દાખવતું હતું. આ બાબતે ધારાસભ્ય સંજય સોલંકીએ તારીખ ૧૯/૩/૨૧ ના રોજ પત્ર લખી રોડની મરામત કરવા જણાવ્યું હતું જે અંગે પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર પત્ર દ્વારા જવાબ આપ્યો કે આ જંબુસર સેક્શન બંધ કર્યું છે તથા આ સેકશન માટે કામ કરવા બજેટ ઉપલબ્ધ નથી મરામત માટે રાષ્ટ્રીય રાજમાર્ગ ગુજરાત સરકારને પત્ર લખવામાં આવ્યો છે.

જંબુસરથી વડોદરા તારાપુર તરફ જતો આ એક મુખ્ય માર્ગ છે. જ્યાંથી રોજબરોજ મોટી સંખ્યામાં ટ્રાફિક ધમધમતો રહેતો હોય છે.સાત ઓરડી રેલવે ફાટક પાસે ઘણા સમયથી મસમોટા ખાડા પડી ગયા હોય વાહન ચાલકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા ઘણી વખત અકસ્માતોના બનાવો બનતા હોય છે.વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઇ સોલંકી દ્વારા તારીખ ૧૯/૩/૨૧ ના રોજ વડોદરા રેલ્વે પ્રબંધક પ્રતાપનગરને આ રોડ ખુબ જ જર્જરીત થઈ ગયેલ છે સહિતની સમસ્યા સાથે લેખિત રજુઆત કરી તાત્કાલીક આ રોડ મરામત કરાવવા જણાવેલ જે અનુસંધાને રેલ્વે તંત્ર દ્વારા પ્રતાપનગર જંબુસર સેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે અને આ સેક્શનમાં કામ કરવા માટે બજેટ ઉપલબ્ધ નથી અને સ્ટેટ હાઈવે ગુજરાત સરકારને મરામત કરવા ભલામણ કરવામાં આવી છે. રેલવેતંત્રના જવાબ અનુસંધાને બાંધકામ વિભાગ મંત્રી ગાંધીનગરને તારીખ ૨૭/૪/૨૧ ના રોજ લેખીત રજુઆત કરી રેલ્વે ફાટકની આજુબાજુનો રસ્તો તાકીદે મરામત કરવા ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા જણાવાયું છે.