આહવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસારઃડે.સરપંચને ચાર્જ

રાનકુવાઃ૨૩

આહવા ગ્રામ પંચાયત સરપંચ સામે મુકાયેલ અવિશ્વાસની દરખાસ્ત બાદ આજે ગુરુવારે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત નિયુક્તિ અધિકારીની રૂબરૂમાં આહવા ગ્રામ પંચાયતમાં યોજાયેલી બેઠકમાં પાંચ વિરુદ્ધ ૧૩ સભ્યોથી મહિલા સરપંચ આખરે ઘરે બેસવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન ગ્રામ પંચાયતનો ચાર્જ ત્રણ દિવસ બાદ હવે ડેપ્યુટી સરપંચને સોપવામાં આવશે.

આહવા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને તેના પતિ ના મનસ્વી કારભાર અને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વિકાસકીય કામો માં બાંકડા,અને સ્ટ્રીટ લાઈટ ખરીદી પ્રકરણમાં સભ્યો દ્વારા બેફામ આક્ષેપો થયા હતા. આહવા ગ્રામ પંચાયત માં શરૂઆત થીજ ઘણી ગેરરીતિઓ આચરાઇ હોવાની સભ્યો દ્વારા ટી.ડી.ઓ.સહિત વિકાસ કમિશ્નર ને લેખિત ફરિયાદ કરવા છતાં કોઈ પરિણામ ન આવતા ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ સામે અવિશ્વાસ ની દરખાસ્ત મુકવામાં આવી હતી.

આજે ખાસ સભામાં સરપંચ રેખાબેન પટેલ ની તરફેણમાં માત્ર નરેન્દ્ર ગાંવિત. જાગૃતીબેન પવાર. ભારતીબેન પવાર. મહેન્દ્ર એમ.ગવાદે. એ મતદાન કર્યું હતું. ત્યારે સંધ્યાબેન પટેલ આ સભામાં ગેરહાજર રહ્યા હતા. સરપંચ રેખાબેન પટેલ વિશ્વાસ મત મેળવવામાં હારી જતા બે

તૃતિયાંશ બહુમતીથી તેમના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી.