લંડન-

વિશ્વ આરોગ્ય સંસ્થા ખાતેના ચીફ સાયન્ટીસ્યે જણાવ્યું છે કે સંરક્ષણાત્મક 'હર્ડ ઈમ્યુનીટી' અસર સર્જાય તે માટે 50% થી 60% લોકો કોરોના વાયરસ સામે ઈમ્યુન હોવા જરૂરી છે.  હર્ડ ઈમ્યુનીટી સામાન્ય રીતે વેકસીનેશન દ્વારા હાંસલ કરવામાં આવે છે. અને મોટાભાગના લોકો બીમારી સામે સુરક્ષિત રહે છે અને આ કારણે બીમારીનું સંક્રમણ અટકે છે.

એક સોશ્યલ મીડીયા ઈવેન્ટમાં બોલતા ડો. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે કોવિડ 19થી ખરાબ રીતે પ્રભાવિત થયેલા દેશોનો અભ્યાસ દર્શાવે છે કે પાંચથી દશ ટકા લોકોમાં એન્ટીબોડી છે. જો કે કેટલાક દેશોમાં એ 20% જેટલી છે. તેમણે જણાવ્યું હતું કે જુદા જુદા દેશોમાં ચેપ ફેલાઈ રહ્યો છે ત્યારે લોકો એન્ટીબોડી વિકસાવશે અને એ લોકો કેટલોક સમય ઈમ્યુન રહેશે તેવી આશા રાખી શકાય. અન્ય કેટલાક તજજ્ઞોનાં માનવા મુજબ હર્ડ ઈમ્યુનટી ઈફેકટ એ પહેલાં 70 થી 80% લોકો સંક્રમીત થવા જરૂરી છે.