દિલ્હી-

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હજુ વેકસીનના ડોઝ મળ્યા નહી હોવાથી કાલથી 18થી44 વર્ષના લોકોના વેકસીનેશન કાર્યક્રમ ચાલુ થઈ શકશે નહી તેવું જણાવી તે લોકોને વેકસીનેશન સેન્ટર પર લાઈન નહી લગાવવા અપીલ કરી છે. કેજરીવાલે જણાવ્યું કે દિલ્હી માટે પરમ દિવસે વેકસીન આવી જશે તેવી આશા છે. 3 લાખ કોવિશિલ્ડનો જથ્થો આવી રહ્યો છે અને આગામી 3 માસ સુધી વેકસીન આપવામાં આવશે જેનો પુરો ખર્ચ સરકાર ઉઠાવશે અને દિલ્હીના લોકોને વેકસીન ફ્રીમાં મળશે. કેજરીવાલ જો કે 18થી44 વર્ષની વયજૂથના લોકોને રજીસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરી હતી. આ અગાઉ આજે દિલ્હીમાં ઉપરાજયપાલ દ્વારા રાજયમાં વેકસીનેશન અંગેની ફાઈલ સાથે રાજયના મુખ્ય સચિવને હાજર થવા જણાવ્યું હતું પણ તેમાં કોઈ જાહેરાત કરે તે પૂર્વે કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી.