દિલ્હી-

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ કથળી છે. દિલ્હીની આર્મી હોસ્ટેલ બુધવારે તેના વિશેની માહિતી આપવામાં આવી. પ્રણવ મુખર્જીને તેના ફેફસામાં ઇનફેક્શની તકલીફ છે.તે હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે અને ડોક્ટરો તેમના પર નજર રાખી રહ્યા છે.

પ્રણવ મુખર્જીની દિલ્હીની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી તેની તબિયત ગંભીર છે. મંગળવારે આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે કહ્યું કે પ્રણવ મુખરજીની તબિયતમાં કોઈ ફેરફાર નથી. જો કે, ડોકટરોએ એમ પણ કહ્યું હતું કે તેમના મહત્વપૂર્ણ પરેમીટર સ્થિર છે.

10 ઓગસ્ટે, 84 વર્ષિય પ્રણવ મુખર્જીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી કેન્ટની આર્મી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. થોડા દિવસો પહેલા તેની મગજની સર્જરી થઈ હતી. સારવાર દરમિયાન પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ નેગેટીવ પાછો આવ્યો.