દિલ્હી-

દેશભરમાં ટોલ પ્લાઝા પર 100 ટકા ઓનલાઈન ટેક્સ પેમેન્ટ કાયમી કરવા માટે સરકારી ખાનગી અને વ્યાવસાયિક વાહનો પર લગામ કસી છે, જે અંતર્ગત ફાસ્ટેગ વિનાના નવા વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થાય અને જૂના વાહનોને ફિટનેસ સર્ટીફિકેટ ઇસ્યુ નહીં કરાય.

ફાસ્ટટેગ વ્યવસ્થાને કેન્દ્ર સરકારના વાહન સોફટવેર સાથે જોડી દેવાઈ છે. જેનાથી છટકવાની સંભાવના સમાપ્ત થઇ ગઇ. સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે એકડિસેમ્બર 2017થી નવી વ્યવસ્થા કરતા જણાવ્યું હતું કે નવા વાહનોનું વેચાણ ફાસ્ટેગ વિના નહીં થાય. 

વાહનના વિન્ડ સ્ક્રીમ પર નિર્માતા કંપની અથવા ડીલેટ ફાસ્ટ ટેગ લગાવવું પડશે તે પછી જ વાહન શો રુમની બહાર જઇ શકશે. પરંતુ સરકારે આ નિયમનું સખ્તાઈથી પાલન ન થતું જોયું તો મંત્રાલયે 10 જુલાઈએ નવી સૂચના જાહેર કરી છે. 

જેમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ વિના નવા વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થાય અને જૂના વાહનોને ફિટનેસ સર્ટીફિકેટ ઇસ્યુ નહીં કરવામાં આવે. આ નિયમ લાગુ કરવાની સાથે જ મંત્રાલય વાહન નામના સોફટવેરને ફાસ્ટેગ વ્યવસ્થા સાથે જોડી દીધું છે. 

આરટીઓ અધિકારી વાહન સોફટવેરની મદદથી ઓનલાઈન જાણી શકશે કે ક્યા વાહનમાં ફાસ્ટેગ લાગેલું છે અને ક્યાં વાહનમાં નહીં.