ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીમાં આગામી કાર્યક્રમો બાબતે વિગત આપતા પ્રદેશ મંત્રી મહેશ કસવાલાએ કમલ પુષ્પ કાર્યક્રમ બાબતે સૌ ઉપસ્થિત કાર્યકારી સસભ્યોને વિગત જણાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જનસંઘ સમયથી ભાજપા ના જે કાર્યકર્તાઓએ પાર્ટીને સિંચન કરીને વટ વૃક્ષ બનાવવામાં જે યોગદાન આપ્યું છે એ વિભૂતિઓનું માર્ગદર્શન અને તેમના જીવનની પ્રેરણા નવી પેઢીને મળે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ અંતર્ગત  સંઘર્ષશીલ કાર્યકર્તાઓના ફોટા, તેમના જીવન ચરિત્ર અને ટૂંકી વિગત તેમના જીવન કવન વિશેની માહિતી, ટૂંકી ફિલ્મ કે તેમનો વિડીયો અપલોડ કરવાનું અભિયાન જિલ્લા સહ હાથ ધરવામા આવશે. મુખ્યમંત્રીએ પણ સંબોધનમાં જણાવ્યું કે, ભાજપ હતું છે અને રહેશે.

૨૦૭૦ સુધી ભાજપ જ છે એટલે કોઇએ ચિંતા કરવાની જરૂર નથી. મારો વારો આવ્યો એમ તમારો પણ આવશે તેમ સમજીને તન મન ધનથી પક્ષના કામમાં જાેડાઇ જાઓ. પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સતત માર્ગદર્શન સૌને મળતું રહેશે તેમ મહેશ કસવાલા કારોબારીને માહિતી આપી હતી.

ભાજપ પ્રદેશ કારોબારીમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો પ્રદ્યુમન વાઝાએ ૨૬ નવેમ્બરના રોજ સંવિધાન દિવસ નિમિત્તે રાજ્યમાં “સંવિધાન ગૌરવ અભિયાન” અંતર્ગત “સંવિધાન ગૌરવયાત્રા” બાબતે માર્ગદર્શન આપ્યું હતું. વાઝાએ જણાવ્યું કે બંધારણયાત્રાને ૧૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે નિમિતે ૨૬મી નવેમ્બર ૬ઠ્ઠી ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સંવિધાન દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે.