વડોદરા

જેના ઘરમાં લગ્નપ્રસંગ છે એના પરિવારો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે અપયોલી અખબારીયાદીમાં જણાવાયું છે કે વડોદરા શહેર પોલીસ કમિશનરેટ હદ વિસ્તારમાં સવારે ૬ થી રાત્રિના ૯ વાગ્યા સુધી કન્ટેઈમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ખૂલ્લા સ્થળોએ, બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના પ૦ ટકાથી વધુ નહીં, પરંતુ મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન-સત્કાર સમારંભના આયોજન માટે કોઈ પરવાનગી લેવાની રહેશે નહીં.

રાત્રિ ફરકયૂ દરમિયાન કોઈપણ લગ્ન, સત્કાર સમારંભ યોજી શકાશે નહીં. પરંતુ જાનૈયા અને માંડવીયાઓના નામ-સરનામા સાથેની વિગતો આપી પરવાનગી લેવાની કડાકૂટમાંથી લગ્ન યોજનાર પરિવારોને રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત લગ્નમાં સામેલ તમામ લોકોએ રાત્રે ૯ વાગ્યા પહેલાં ઘરે પહોંચવં પડશે. આ મામલે પોલીસ કેટરર્સ અને રસોઈયાની પણ પૂછપરછ કરી શકશે. ઉલ્લેખનીય છે કે દિવસભર લગ્નોના આયોજનની પરમિશન માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી તેને જાેઈને પોલીસ જાગી છે અને દિવસે લગ્ન માટે પરમિશન નહીં લેવી પડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.