વોશિંગ્ટન-

વિશ્વમાં કોરોનાના અત્યાર સુધીમાં ૧ કરોડ ૯૮ લાખ ૩ હજાર ૩ કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી ૧ કરોડ ૨૭ લાખ ૨૦ હજાર ૫૬૮ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે ૭ લાખ ૨૯ હજાર ૫૬૮ના મોત થયા છે. ન્યુઝીલેન્ડમાં છેલ્લા ૧૦૦ દિવસોમાં ઘરેલું સંક્રમણનો એક પણ કેસ પ્રકાશમાં આવ્યો નથી. જોકે તેમ છતાં સત્તાવાળોઓને દેશમાં ફરીથી કેસ આવવાની ચિંતા સતાવી રહી છે.

આ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે પહેલા જે રીતે લોકો નિયમોનું પાલન કરતા હતા તેવું પાલન હાલ થઈ રહ્યું નથી. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે દેશમાં ૧૨૧૯ લોકો સંક્રમિત મળ્યાં હતા, જેમાંથી મોટાભાગના લોકો સાજા થઈ ગયા છે. હાલ દેશમાં ૨૩ દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે દેશના સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ડો અશલે બ્લૂમફીલ્ડે કહ્યું કે વિશ્વના બીજા દેશોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એવામાં આપણે સાવધાન રહેવાની જરૂરિયાત છે.