નવી દિલ્હી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ટેસ્ટ, ટી20 અને વનડેમાં દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમોની જાહેરાત કરી છે. ટી20 અને વનડે ટીમની કેપ્ટનશીપ મહેન્દ્ર સિંહ ધોનીનેસોંપવામાં આવી છે. જ્યારે ટેસ્ટની કેપ્ટનશીપ વિરાટ કોહલીને (Virat Kohli) મળી છે. ટી20 ટીમમાં ધોની પરાંત રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને સ્થાન આપવામાં આવ્યુ છે.

ભારતીય ખેલાડીઓ ઉપરાંત ટીમમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝના બે-બે ખેલાડી તથા શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા તથા અફઘાનિસ્તાનના 1-1 ખેલાડીને સ્થાન મળ્યુ છે. મહત્વનું એ છે કે વર્ષ 2017 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતનાર પાકિસ્તાનની ટીમમાંથી એક પણ ખેલાડીને દશકની શ્રેષ્ઠ ટીમમાં સમાવેશ નથી મળ્યો. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. 

બેસ્ટ મેન્સ વન-ડે ટીમ 

બેસ્ટ મેન્સ વન-ડે ટીમમાં રોહિત શર્મા (ભારત), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), એબી વિલિયર્સ (સાઉથ આફ્રિકા), સાકિબ અલ હસન (બાંગ્લાદેશ), મહેન્દ્રસિંહ ધોની (ભારત), બહેન સ્કોક્સ (ઇંગ્લેન્ડ), મિસેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝિલેન્ડ), ઇમરાન તાહિર (સાઉથ આફ્રિકા), લસિત મલિંગા (શ્રીલંકા)નો સમાવેશ કર્યો છે. ભારતના ત્રણ ખેલાડીને વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે. આ ટીમના કેપ્ટન તરીકે ICCએ મહેન્દ્રસિંહ ધોનીની પસંદગી કરી છે.


બેસ્ટ મેન્સ ટેસ્ટ ટીમ

છેલ્લા દસ વર્ષની બેસ્ટ ટેસ્ટ ટીમનું સુકાન ICC એ ભારતના વિરાટ કોહલીને સોંપ્યું છે. બેસ્ટ ટેસ્ટ ટીમમાં એલિસ્ટર કુક (ઇંગ્લેન્ડ), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), કેન વિલિયમસન (ન્યૂઝિલેન્ડ), વિરાટ કોહલી (ભારત), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા), કુમાર સંગાકારા (શ્રીલંકા), બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ), આર. અશ્વિન (ભારત), ડેલ સ્ટેઈન (સાઉથ આફ્રિકા), સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ) અને જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે.

બેસ્ટ મેન્સ ટી- 20I ટીમ

મેન્સ વિભાગની બેસ્ટ ટી-20 ઇન્ટરનેશનલ ટીમમાં ICC દ્વારા રોહિત શર્મા (ભારત), ક્રિસ ગેઈલ (વેસ્ટ ઈન્ડિઝ), એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), વિરાટ કોહલી (ભારત), એબી ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા), ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા), મહેન્દ્રસિંહ ધોની (ભારત), કેરોન પોલાર્ડ (વેસ્ટઇન્ડિઝ), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), જસપ્રિત બુમરાહ (ભારત), લસિત મલિંગા (શ્રીલંકા)નો સમાવેશ કરાયો છે. ટી-20 ઇન્ટરનેશનલ ટીમનું સુકાન ICC ભારતના મહેન્દ્રસિંહ ધોનીને સોંપ્યું છે.

બેસ્ટ વુમન્સ વન-ડે ટીમ

મેન્સની સાથે સાથે ICCએ વુમન્સની પણ બેસ્ટ વન-ડે ટીમની જાહેરાત કરી છે. જેમાં એલિસા હેલી (ઓસ્ટ્રેલિયા), સુઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ), મિતાલી રાજ (ભારત), મેગ લેનિન્ગ (ઓસ્ટ્રેલિયા), સ્ટેફેની ટેલર (વેસ્ટઈન્ડિઝ), સારાહ ટેલર (ઇંગ્લેન્ડ), એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા), ડેન વેન નિઅકર (સાઉથ આફ્રિકા), મેરિજાને કાપ્પ (સાઉથ આફ્રિકા), જુલન ગોસ્વામી (ભારત), અનીસા મહોમ્મદ (વેસ્ટઈન્ડિઝ)ને પસંદ કરાઈ છે. આ ટીમનું સુકાન ઓસ્ટ્રેલિયન ખેલાડી મેગ લેનિન્ગનો સોંપાયું છે. 

બેસ્ટ વુમન્સ ટી- 20I ટીમ

એલિસા હેલી (ઓસ્ટ્રેલિયા), સોફી ડિવાઈન (ન્યૂઝિલેન્ડ), સુઝી બેટ્સ (ન્યૂઝિલેન્ડ), મેગ લેનિન્ગ (ઓસ્ટ્રેલિયા), હરમનપ્રિત કૌર (ભારત), સ્ટેફેની ટેલર (વેસ્ટઈન્ડિઝ), ડિઆન્ડ્રા ડોટિન (વેસ્ટઈન્ડિઝ), એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા), આન્યા સ્રુબસોલ (ઇંગ્લેન્ડ), મેગન સ્કટ (ઓસ્ટ્રેલિયા), પુનમ યાદવ (ભારત)નો સમાવેશ કરાયો છે. મહિલા ટી-20 ઇન્ટરનેશનલ ટીમનું સુકાન પણ ઓસ્ટ્રેલિયન મેગ લેનિન્ગનો સોંપવામાં આવ્યું છે. 

વિરાટ કોહલીનો દબદબો હાલની ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો સમાવેશ ICC એ પોતાની ત્રણેય ફોર્મેટની ટીમમાં કર્યો છે. ત્રણેય ટીમમાં હોય તેવો વિરાટ કોહલી એકમાત્ર ખેલાડી છે. ICCએ વિરાટ કોહલીને પોતાની ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે.