વડોદરા : ઇન્કમટેક્સ વિભાગના ફેસલેસ પ્રોજેક્ટને હવે ઝડપથી વેગ મળી રહ્યો છે. ગુજરાતમાં જ ૨૫૦ ઉપરાંત કરદતાઓને હાલ નવી દિલ્હીના નેશનલ ફેસલેસ અપીલ સેન્ટરમાંથી નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ તેમણે કરેલા કેટલાક વ્યવહારોથી લઇને નોટબંધીના સમયના વ્યવહારો બાદ મળેલી માહિતીના અધારે ઇસ્યુ કરવામાં આવી છે. 

કેન્દ્રિય નાણાં મંત્રાલયના આ મહત્વના ફેસલેસ પ્રોજેક્ટને હાલ ટોપ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે.ફેસલેસ એસેસમેન્ટ પ્રોજેક્ટની સફળતા બાદ એક વધુ પગલું હવે અપીલની દિશામાં લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં પણ અંદાજે ૩૦ ઉપરાંત કરદાતાઓને આ નોટિસ આપવામાં આવી છે. નવીદિલ્હીથી જ સીધી નોટિસ ઇસ્યુ થતી હોવાથી સ્થાનિક અધિકારીઓને આ સંદર્ભમાં કોઇ જ માહિતી હોતી નથી.

ઇન્કમટેક્સની ફેસલેસ અપીલની નોટિસ મળતા જ કરદાતાઓએ હાલ તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોનો સંપર્ક સાધ્યો છે. કરદાતાઓને નોટિસમાં જ તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છેકે, તેમણે કેવી રીતે ઓનલાઇન રજૂ કરવો. કરદાતા કે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા આ અપીલનો જવાબ આપવાનો હોય છે. જવાબ રજબ કરવાની સમય મર્યાદા પણ નોટિસમાં જ આપવામાં આવી હોય છે. જાે સમય મર્યાદામાં જવાબ રજૂ ન થાય તો સીબીડીડી દ્વારા નિયુક્ત કરાયેલા ઇન્કમટેક્સ કમિશનર (અપીલ) તેનો નિકાલ કરતાં હોય છે.

કરદાતાઓ અને તેમના કરવેરા સલાહકારોની પણ લાગણી છેકે, સીઆઇટી (અપીલ) દ્વારા જે નિકાલ લાવવામાં આવે છે તે ફેસલેસના બદલે વિડીયો કોન્ફરન્સથી કરદાતા કે તેમના કરવેરા સલાહકારને સાંભળીને ર્નિણય લેવો જાેઇએ. જાે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં પણ વિડીયો કોન્ફરન્સથી કરદાતા અને તેમના પ્રતિનિધિ તથા ઇન્કમટેક્સના અધિકારીઓની દલીલો સાંભળીને ર્નિણય લેવામાં આવતો હોય તો અપીલનો ર્નિણય પણ વિડીયો કોન્ફરન્સથી બંને પક્ષોને સાંભળીને લેવો જાેઇએ. હાલમાં કરવેરા સલાહકારો ઓનલાઇન સબમિશન કરે છે તે ઘણી વખત ૪૦૦ થી ૫૦૦ પેજના હોય છે.પર્સનલ હિયરિંગ જાે થતું હોય તો તેમાં કરદાતાની તરફેણના અથવા તો કરદાતાને અપીલ અંગે શું કહેવું છે તે ફેક્ટ અને કાયદાના મુદ્દાઓ દલીલમાં રજૂ થઇ શકે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ વિડીયો કોન્ફરન્સથી કેસની સુનાવણી થતી હોય તો શા માટે ઇન્કમટેક્સની અપીલના કેસોમાં વિડીયો કોન્ફરન્સથી સુનાવણી થતી નથી.

કરદાતાને સાંભળવાની જાેગવાઇ જરૂરી

ઇન્કમટેક્સના કાયદામાં પણ કરદાતાને સાંભળવાની જાેગવાઇ જરૂરી હોવાની માંગણી થઈ છે. બીજી તરફ એવી દલીલ થઇ રહી છેકે, કરદાતાઓને અપીલની નોટિસમાં ઓનલાઇન સબમીશન દ્વારા સાંભળવામાં આવે છે.કરદાતાઓ તેમના સલહકાર દ્વારા રજૂઆત કરી શકે છે, તે માટે પુરતો સમય આપવામાં આવે છે.

સીઆઇટી અપીલ જ ફેક્ટ ફાઇન્ડિગ ઓથોરિટી

ઇન્કમટેક્સના કમિશનર (અપીલ) જ ફેક્ટ ફાઇન્ડિગ ઓથોરિટી હોય છે. કરદાતાઓની પણ લાગણી હોય છેકે, તેમની રજૂઆત વિડીઓ કોન્ફરન્સથી સાંભળવામાં આવે . કરદાતાઓને મળેલી નોટિસનો કરવેરા સલાહકારો ઓનલાઇન સબમિશન દ્વારા જવાબ આપતા હોય છે. સીએ મનીષ બક્ષી