છોટાઉદેપુર, તા.૨૩ 

છોટાઉદેપુર પાલિકા ફરી હરકત માં આવી હતી અને લોકડાઉન પહેલા ત્રણ વખત શોપિંગ સેન્ટર ના દુકાનદારો ને સીલ મારી કબ્જો મેળવવા નોટિસો આપી હતી.સામે દુકાનદારો એ પણ નોટિસ ના જવાબો આપ્યા હતા અને પોલીસ સમક્ષ છેતરપિંડી ની ફરિયાદ કરી હતી અને પોતાના કાયદેસર ના કબજા ભોગવટા ના પુરાવા રજુ કર્યા હતા. કોરોના લોકડાઉન માં મામલો ઠંડો થઇ ગયો હતો.પરંતુ અત્યારે ફરી કચેરીઓ ચાલુ થતા રાજુ પંચોલી નો કેસ નિકાલ પર આવ્યો હતો. જેનાથી ગભરાયેલી પાલિકા એ ફરી એક વખત દુકાનદારો ને નોટિસ આપી છે. લાગે છે કે પાલિકા નોટિસ આપવાના રેકોર્ડ બનાવી રહી છે. બીજી બાજુ સૂત્રો થી પ્રાપ્ત માહિતી મુજબ એવું જાણવા મળે છે કે પાદેશિક કમિશ્નરના હુકમ ના તારણો માં પાલિકા ની બરાબર ઝાટકણી કઢાઇ છે. આ તારણો એ હાલ તો પાલિકાના સભ્યો ને ભારે ટેંશન માં મુક્યા છે. છોટાઉદેપુર નગરપાલિકા ના સરદાર બેગ શોપિંગ સેન્ટર ની પહેલા માળ ની દુકાનો નો વિવાદ છ વર્ષો ના લાંબા સમયગાળા પછી પણ ચાલુ છે. જે તે સમયે તત્કાલીન કલેક્ટર જેનું દેવને ઠરાવો ને રદ્દ જાહેર કર્યા હતા.