વડોદરા :  શહેરમાં આ વર્ષે આવેલા ખાડી પૂરે લોકોને ૨૦૦૬નાં વર્ષની પૂરની યાદ અપાવી દીધી હતી. આ ખાડી પૂર એક કે બે વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર આવતા લોકોની હાલત કફોડી બનવા પામી હતી. લોકોની ઘરવખરી, કિંમતી સામાનને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. શહેરના ખાડી અને કીમ નદી પર સીઆરઝેડ અને સીવીસીએ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે.  

આ પૂરની તારાજી સર્જાઈ હતી. આ મામલે પર્યાવરણવાદી એમ. એસ. એચ. શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુરત જિલ્લાના કલેક્ટરોને નોટિસ પાઠવી છે. કીમ નદીમાં ૮૦% દબાણ ઝીંગા ફાર્મ અને સોલ્ટના પાળાઑને લીધે કરવામાં આવતા પાણી નિકાલના પ્રશ્નો સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે કીમ ખાડીનું મુખ ૧૫૦ મીટર જેટલી પહોળાઈ જેટલું જ બચ્યું ચે. જેમાંથી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી નીકળી શકતું નથી. આમ માનવસર્જિત ઝિંગાના તળાવો, તળાવોના પાળા, ખાડીઓના પુરાણને લીધે સમગ્ર દરિયાઈ/ખાડી/નદી વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ જવા પામી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ક્રિટિકલી વલનેરબલ કોસ્ટલ એરિયા ઝ્રફઝ્રછ તરીકે ઓળખાતા વિસ્તારો પર પણ દબાણો ઊભા થયા છે. મેંગ્રૂસ, નાની મોટી ક્રિક, સોલ્ટ માર્શ, મડફલેટસ અને કાંઠાના ગામોના માછીમારોના પરંપરાગત માછીમારીના સ્થાનોનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો છે. નદીના કુદરતી ફ્લડપ્લેન વિસ્તાર પર દબાણો થયેલા છે.