ગાંધીનગર, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ૧૫ મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવામાં આવશે.

આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, આ યુગમૂર્તિ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકાએ આજથી સો વર્ષ પહેલા જે ભાવેણાની ધરતી અને દક્ષિણામૂર્તિથી બાળમાનસને કેળવવાના અને ઘડતર કરવાના વિચારનો પાયો નાંખ્યો હતો. તે ભૂમિ પરથી આ જાહેરાત કરતાં હું ગૌરવની લાગણી અનુભવું છું. શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, બાળ મંદિર, બાળ મંદિરનો ખ્યાલ અને બાળ માનસની કેળવણીના ભીષ્મપિતામહ અને જેને જગત ‘મૂછાળી માં’ તરીકે ઓળખે છે. તેવા ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ ગુજરાતમાં ‘બાળવાર્તા દિવસ‘ તરીકે ઉજવીને તેમને સાચી સ્મરણાંજલિ આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જાણીતા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને દક્ષિણામૂર્તિ વિદ્યાલયના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીને આ માટેની રજૂઆત કરાઈ હતી અને જેનો હકારાત્મક પ્રતિભાવ આપીને ગિજુભાઈ બધેકાના જન્મદિવસને દક્ષિણામૂર્તિ વિદ્યાલય, ભાવનગર ખાતે ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે તેમણે વધુમાં ઉમેર્યું હતું.ભારતનું ભવિષ્ય એવાં બાળકને જે બાળ વાર્તાઓ, બાળ ગીતો ગમે છે અને જેની કથની હવે લુપ્ત થઈ રહી છે.