દિલ્હી-

દેશના 71માં બંધારણ દિવસના પ્રસંગે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સરદાર પટેલ સ્ટેચ્યુ પર 25-26 નવેમ્બરને વિશેષ આયોજન કરવામાં આવશે. આ આયોજનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યસભાના સભાપતિ માનનીય વેંકૈયા નાયડુ, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે હસ્તીઓ ભાગ લેશે. આ વિશે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં માહિતી આપી. ઓમ બિરલાએ કહ્યુ કે, '26 નવેમ્બરે દેશભરમાં બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ 1949માં આ દિવસે ભારતના બંધારણને અંગીકૃત કરવામાં આવ્યુ હતુ. આ વર્ષે આપણા દેશમાં બંધારણને અંગીકૃત કરાયાનુ ૭૧મુ વર્ષ મનાવવામાં આવી રહ્યુ છે.'

લોકસભા સ્પીકરે કહ્યુ કે કાલે એટલે કે 25 તારીખે નર્મદા નદીના તટે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિશાળ મૂર્તિ સમક્ષ રાષ્ટ્રપતિની આગેવાનીમાં સંમેલન શરૂ થશે. આ આપણુ 80મુ સંમેલન છે પરંતુ આ શતાબ્દી સમારંભ તરીકે મનાવશે. બિરલાએ આગળ જણાવ્યુ કે, 'આપણે બધા 71માં બંધારણ દિવસ માટે યોજાનાર સમારંભના સમાપન પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવનાનો સંકલ્પ લેશે.' તેમણે કહ્યુ કે આ સમારંભ બે દિવસીય છે કે જે 25-26 નવેમ્બરના રોજ રાખવામાં આવ્યો છે. 26 નવેમ્બરે તેનો છેલ્લો દિવસ રહેશે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, પક્ષ પલટો રોકવા માટે મજબૂત કાયદો બનાવવો જરૂરી છે. દલ બદલ કાયદો એવો બને જેથી લોકતંત્રની વ્યવસ્થા જળવાઇ રહે અને આ મુદ્દે યોગ્ય કાયદા વિશે વિચારણા થઈ છે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સી.પી. જાેષીની અધ્યક્ષતામાં દલ બદલ કાયદો બનાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી સરકાર સમક્ષ કાયદો બનાવવા સૂચનો આપશે અને લોકતંત્ર પર લોકોની આસ્થા જળવાઇ રહે તે માટે કામ કરીશે. 

આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વચ્ર્યુઅલી કરશે. આમ એક સાથે બધા વડા ભેગા થાય એ પ્રથમ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત એ છે કે, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કાર્યક્રમ થશે.