દિલ્હી-

રાજ્યમાં ચા રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ચાની ચૂસ્કી લેતા ગુજરાતીઓનાં ખિસ્સાનું ભારણ હવે ચાનાં કારણે વઘશે. જી હા, ચા ના ભાવમાં 20 ટકાનો વધારો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. ચા ની ચુસ્કી હવે લોકોને મોંઘી પડશે.

ગુજરાતીઓની ખિસ્સા પરનાં આ ભાર માટે આસામ અને પૂર્વોત્તર ભારતમાં આવેલું વિનાશક પૂર કારણ ભૂત હોવાની વિગતો સામે આવી રહી છે. આસામમાં વિનાશક પૂરને પગલે ચા નાં ભાવમાં વધારો થયો હોવાનું જાણવામાં આવે છે. 

ચા નાં ભાવમાં 20 ટકા જેટલો માતબર વધારો થતા, ચા ના એક કપના ભાવમાં 2 થી 3 રૂપિયા વધી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. આમ તો લોકડાઉન બાદ આસામમાં ચાના બગીચાઓને પણ બંધની અસર અને ભારે આર્થિક આસર થઇ હોવાની વિગતો વિદિત છે. ઉલ્લેખનીય છે કે આવા કારણો સાથે આ વર્ષે ચા નાં ઉત્પાદનમાં 20 કરોડ કિલોનો ઘટાડો થયો છે.